Recipe/ ઘરે બનાવો તંદૂરી પનીર ટીકકા, મળશે એવો સ્વાદ કે આંગળીઓ પણ ચાટી જશો

દરરોજ એક ને એક ડીશ ખાઈ ને તમે કંટાળી ગયા હશો  તો આજે આ પનીર ની નવી વાનગી બનાવો જે ટેસ્ટ માં પણ લાગશે ખુબ જ ટેસ્ટી,તો ચાલો  બનાવીએ આ ડીશ. સામગ્રી 200 ગ્રામ પનીરના ટુકડા -1 કપ દહીં -1 લાલ કેપ્સિકમ -1 લીલુ કેપ્સિકમ -1 નાની ડુંગળી -4 થી 6 ટામેટા -1 નાનો ટુકડો […]

Food Lifestyle
Untitled 298 ઘરે બનાવો તંદૂરી પનીર ટીકકા, મળશે એવો સ્વાદ કે આંગળીઓ પણ ચાટી જશો

દરરોજ એક ને એક ડીશ ખાઈ ને તમે કંટાળી ગયા હશો  તો આજે આ પનીર ની નવી વાનગી બનાવો જે ટેસ્ટ માં પણ લાગશે ખુબ જ ટેસ્ટી,તો ચાલો  બનાવીએ આ ડીશ.

Untitled 297 ઘરે બનાવો તંદૂરી પનીર ટીકકા, મળશે એવો સ્વાદ કે આંગળીઓ પણ ચાટી જશો

સામગ્રી

200 ગ્રામ પનીરના ટુકડા
-1 કપ દહીં
-1 લાલ કેપ્સિકમ
-1 લીલુ કેપ્સિકમ
-1 નાની ડુંગળી
-4 થી 6 ટામેટા
-1 નાનો ટુકડો આદું
-5 થી 6 કળી લસણ
-1 ટેબલ સ્પૂન લીંબુનો રસ
-થોડાક ફૂદીનાના પાન
-થોડી કોથમીર
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર પ્રમાણે

Untitled 299 ઘરે બનાવો તંદૂરી પનીર ટીકકા, મળશે એવો સ્વાદ કે આંગળીઓ પણ ચાટી જશો

બનાવવાની રીત 

સૌપ્રથમ લસણ અને આદુંની છાલ કાઢીને છીણી લો. કેપ્સિકમને ધોઈને એના બીજ કાઢી લો અને એને મોટા ચોરસ ટુકડાઓમાં કાપી લો. ડુંગળીને ધોઈને એને પણ મોટા ટુકડાઓમાં કાપી લો. કોથમીર અને ફૂદિનાના પાનને પણ ધોઈને ઝીણા સમારી લો. જો થીજાવેલુ પનીર વાપરતા હોવ તો તેને થોડી વાર હૂંફાળા પાણીમાં રાખી મૂકો જેથી તે નરમ થઈ જાય. અને પછી પનીરને એક ઈંચના ટુકડાઓમાં કાપી લો. મેરિનેટ કરવા માટે, દહીં, આદું-લસણની પેસ્ટ, લીંબુનો રસ અને કોથમીર અને ફૂદિનાના પાનને એક વાડકામાં મિક્સ કરી દો. સરખી રીતે હલાવીને પનીર  અને શાકભાજી સાથે ભેળવી લો. મિશ્રણને 3 કલાક સુધી મેરિનેટ થવા માટે ઢાંકીને ફ્રિઝમાં મૂકો. હવે મેરિનેટ કરેલા પનીરનાં ટુકડા, કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાને ખોસવા માટે ચારથી પાંચ લાકડાના સ્ક્યૂઅર લો. સ્ક્યૂઅર પર મીઠું અને તેલ લગાડો. સ્ક્યૂઅરને ગરમ સીધા તવા પર મૂકો. એક બાજુ ટુકડાઓ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી સ્ક્યૂઅરને બીજી બાજુ ફેરવી દો. બધી બાજુઓને બરાબર શેકો અને પછી ટુકડાઓને ડિશમાં કાઢી લો. સિમ્પલ તંદૂરી પનીરને રોટલી સાથે અથવા સ્ટાર્ટર તરીકે ફૂદિનાની ચટણી સાથે સર્વ કરો.

Untitled 300 ઘરે બનાવો તંદૂરી પનીર ટીકકા, મળશે એવો સ્વાદ કે આંગળીઓ પણ ચાટી જશો