Recipe/ ઉનાળામાં રોજ પીઓ આ 1 ગ્લાસ છાશ, ગરમીમાં આપશે સ્વાદની સાથે રાહત

ટેસ્ટી છાસ જે તમને એક અલગ ટેસ્ટ આપે છે અને સાથે જ ગરમી સામે રક્ષણ પણ આપે છે. તેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. ફૂદીના છાસ સામગ્રી – ત્રણસો ગ્રામ પાણી – એક કપ દહીં – ફૂદીનાના તાજા પાન – પા ચમચી સુધારેલું આદુ – એક લીલું મરચું – અડધી ચમચી જીરા પાવડર રીત […]

Food Lifestyle
Untitled 60 ઉનાળામાં રોજ પીઓ આ 1 ગ્લાસ છાશ, ગરમીમાં આપશે સ્વાદની સાથે રાહત

ટેસ્ટી છાસ જે તમને એક અલગ ટેસ્ટ આપે છે અને સાથે જ ગરમી સામે રક્ષણ પણ આપે છે. તેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.

ફૂદીના છાસ

સામગ્રી

– ત્રણસો ગ્રામ પાણી
– એક કપ દહીં
– ફૂદીનાના તાજા પાન
– પા ચમચી સુધારેલું આદુ
– એક લીલું મરચું
– અડધી ચમચી જીરા પાવડર

Untitled 61 ઉનાળામાં રોજ પીઓ આ 1 ગ્લાસ છાશ, ગરમીમાં આપશે સ્વાદની સાથે રાહત

રીત
પાણી અને દહીંને મિક્સ કરો અને તેને વલોવી લો. તેમાં ફૂદીનાના પાન સુધારીને મિક્સ કરો. તેમાં આદુ, મરચું અને જીરું મિક્સ કરો. તેને ગાળી લો અને 20 મિનિટ સુધી તેને ફ્રિઝમાં ઠંડુ થવા દો. આ  છાસ તમે દિવસમાં એકવાર ગમે ત્યારે પી શકો છો.