Not Set/ પૈસા ચૂકવ્યા વગર આ શખ્સ જીત્યો 6 કરોડનો જેકપોટ, મહિલા લોટરી એજન્ટે દાખવી પ્રામાણિકતા

કેરળમાં એક વ્યક્તિએ ઉધાર લીધેલી લોટરીની ટિકિટમાં 6 કરોડનો જેકપોટ લાગ્યો છે. આ શખ્સ તો માલામાલ થઇ ગયો છે પરંતુ તેને લોટરી ઉધાર આપનાર મહિલા એજન્ટની ઇમાનદારીની ચર્ચા ચારેકોર થઇ રહી છે.

India
For this raffle પૈસા ચૂકવ્યા વગર આ શખ્સ જીત્યો 6 કરોડનો જેકપોટ, મહિલા લોટરી એજન્ટે દાખવી પ્રામાણિકતા

કેરળમાં એક વ્યક્તિએ ઉધાર લીધેલી લોટરીની ટિકિટમાં 6 કરોડનો જેકપોટ લાગ્યો છે. આ શખ્સ તો માલામાલ થઇ ગયો છે પરંતુ તેને લોટરી ઉધાર આપનાર મહિલા એજન્ટની ઇમાનદારીની ચર્ચા ચારેકોર થઇ રહી છે. હકીકતમાં, અલુવાના રહેવાસી પી.કે.ચંદ્ર્ને એજન્ટ સમિઝા કે.મોહન પાસેથી પોતાના માટે સમર બમ્પર લૉટરીની એક ટિકિટ ખરીદીને રાખવા માટે કહ્યું હતું. લોટરીની ટિકિટની કિંમત 200 રુપિયાની ચુકવણી તે બાદમાં કરી દેશે એમ કહ્યું હતું.

હવે કિસ્મત જુઓ કે ચંદ્રને જે ટિકિટ માટે પૈસાની ચુકવણી પણ નહોતી કરી તે ટિકટિ નંબર (SD 31642) પર છ કરોડનો જેકપૉટ પ્રાઇઝ નીકળ્યું. સમિઝા કે. મોહન પટ્ટિમોટમમાં રહે છે. બે બાળકની માતા 37 વર્ષીય સમિઝા પોતાના પતિ રાજેશ્વરન કે રાજગિરી હોસ્પિટલની પાસે લૉટરી ટિકિટ સ્ટોલ ચલાવે છે.

સમિઝાએ રવિવારે પોતાના કેટલાક લૉટરી કસ્ટમર્સને ફોન કરીને કહ્યું કે 12 ટિકિટ હજુ નથી વેચાઇ, જો તે લેવા માંગે છે તો લઇ શકે છે. આની પર ચંદ્રને સમિઝાને કહ્યું કે છેલ્લા 6142 નંબરવાળી ટિકિટ તેના માટે રોકીને રાખી લે. જેના માટે 200 રુપિયાની ચુકવણી પછીથી કરી દેશે.

રવિવારે સાંજે સમિઝાને ખબર પડી ગઇ હતી કે તેની પાસે રહેલી એક ટિકિટ પર પહેલુ ઇનામ લાગ્યું છે. સમિઝાએ જોયું કે આ ટિકિટ ચંદ્રને બુક કરી હતી તો તે તત્કાળ તેના ઘરે ગઇ અને 200 રુપિયા લઇને ટિકિટ તેના હવાલે કરી દીધી.

ચંદ્રન, તેની પત્ની લીલા, બે પુત્રીઓ અને એક પુત્ર સમિઝાની પ્રામાણિકતાના વખાણ કરતા થાકતા નથી. ચંદ્રન કીઝમાડુ ડૉન બૉસ્કો સ્કૂલમાં ગાર્ડનર છે. ચંદ્રનના અનુસાર ઘણાં વર્ષોથી તે લોટરીની ટિકિટ ખરીદતા હતા. કેટલાક નાના મોટા ઇનામ પણ મળ્યા પરંતુ જેકપોટ પહેલીવાર નીકળ્યો.