Not Set/ રાયબરેલી/ રસ્તા પર અર્ધ બળેલી હાલતમાં મળી આવી યુવતીની લાશ

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક યુવતીની અર્ધ બળેલી લાશ મળી આવતા ચકચાર મળી જવા પામી છે. રસ્તાની બાજુમાં આવેલ એક ઢાબાની પાસેથી યુવતીની અર્ધ બળેલી લાશની ઓળખ નથી થઈ. આ ઘટના રાયબરેલીના હરચંદપુર ખાતેના એક ઢાબાની પાછળની છે. રાયબરેલી-લખનઉ હાઇવેની પાસે ઝાડની વચ્ચે શનિવારે અજાણી મહિલાનો અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. લાશ મળતાં આસપાસના […]

India
aaaaaaaaaaaaaaaa 2 રાયબરેલી/ રસ્તા પર અર્ધ બળેલી હાલતમાં મળી આવી યુવતીની લાશ

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક યુવતીની અર્ધ બળેલી લાશ મળી આવતા ચકચાર મળી જવા પામી છે. રસ્તાની બાજુમાં આવેલ એક ઢાબાની પાસેથી યુવતીની અર્ધ બળેલી લાશની ઓળખ નથી થઈ. આ ઘટના રાયબરેલીના હરચંદપુર ખાતેના એક ઢાબાની પાછળની છે.

રાયબરેલી-લખનઉ હાઇવેની પાસે ઝાડની વચ્ચે શનિવારે અજાણી મહિલાનો અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. લાશ મળતાં આસપાસના વિસ્તારોમાં સનસનાટી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આશરે 25 વર્ષની આ મહિલા સળગાવામાં આવી છે. પોલીસ યુવતીની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. એવી આશંકા છે કે મહિલા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને બાળી નાખવામાં આવી હતી.

કેવી રીતે મળી બનાવ અંગે માહિતી

હકીકતમાં, જે બાળકો શાળાએથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓએ અર્ધ બળેલી સ્થિતિમાં યુવતીનો મૃતદેહ જોયો હતો. બપોરે ત્રણ વાગ્યે સ્કૂલનાં બાળકો ઘટનાસ્થળેથી પસાર થઈ રહ્યા હતા, જ્યારે તેઓએ આ મૃતદેહ જોયો તે બાદ લોકોને કહ્યું અને કેસની માહિતી પોલીસ સુધી પહોંચી.

પોલીસ દળ સાથે સ્ટેશન હેડ અનિલકુમાર સિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આશરે 25 વર્ષની અજાણ્યા મહિલાની લાશ બગીચામાં પડી હતી. બગીચામાં ઘણી દૂર સુધી આગને કારણે ઝાડના પાંદડા પણ બળી ગયા હતા.

યુવતીના હાથ અને પગ બાંધી દેવામાં આવ્યા હતા અને તેનું ગળું પણ દાબાવવામાં આવ્યું હોય તેવું હતું. નજીક જેન્ટ્સ પર્સ, કેમિસ્ટ્રીની પુસ્તક દાઝી ગયેલી હાલતમાં મળી આવી છે. લાશને કેરોસીન છાંટીને બાળવામાં આવી છે. યુવતી સાથે બળાત્કાર થયો હોવાની આશંકા છે.

ફોરેન્સિક ટીમના ઇન્ચાર્જ ડો.પ્રતિભા ત્રિપાઠી, અજિત તિવારીએ શરીર અને દ્રશ્યની નજીકથી નિરીક્ષણ કર્યું હતું. સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાના મોત બાદ મૃતદેહ અહીં લાવવામાં આવ્યો હતો અને સળગાવી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.