Not Set/ CAA-NRC નાં વિરોધમાં પૂજા ભટ્ટ, કહ્યુ- મારો વિરોધ કારણ કે આ મારા ઘરને કરે છે વિભાજીત

બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટે સોમવારે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) વિશે નિવેદન આપ્યું છે. તેઓએ આ કાયદાનો વિરોધ કર્યો છે. પૂજાએ કહ્યું હતું કે, આ વિરોધથી સ્પષ્ટ થાય છે કે હવે પોતાનો અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. પૂજા ભટ્ટ સોમવારે સીએએ વિરુદ્ધ દક્ષિણ મુંબઈનાં કોલાબામાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ […]

Top Stories India
Pooja Bhatt CAA-NRC નાં વિરોધમાં પૂજા ભટ્ટ, કહ્યુ- મારો વિરોધ કારણ કે આ મારા ઘરને કરે છે વિભાજીત

બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટે સોમવારે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) વિશે નિવેદન આપ્યું છે. તેઓએ આ કાયદાનો વિરોધ કર્યો છે. પૂજાએ કહ્યું હતું કે, આ વિરોધથી સ્પષ્ટ થાય છે કે હવે પોતાનો અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. પૂજા ભટ્ટ સોમવારે સીએએ વિરુદ્ધ દક્ષિણ મુંબઈનાં કોલાબામાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થઈ હતી.

પૂજા ભટ્ટે અહીં કહ્યું, ‘હું અમારા નેતાઓને વિનંતી કરું છું કે દેશભરમાં અવાજ ઉઠાવનારા લોકોનાં અવાજોને સાંભળે. ભારતમાં મહિલાઓ શાહીન બાગ અને લખનઉમાં છે, જ્યાં સુધી અમારો અવાજ સાંભળવામાં નહી આવે ત્યાં સુધી અમે રોકાઈશું નહીં. હું લોકોને આગળ આવવા અને અવાજ ઉઠાવવા કહીશ. હું સીએએ અને એનઆરસીને ટેકો આપતી નથી કારણ કે તે મારા ઘરને વિભાજીત કરે છે.’ પૂજાએ જ્યાં આ વાત કહી હતી તે સંમેલનમાં, કેટલીક અન્ય હસ્તીઓ પણ હાજર હતી. જેનું આયોજન પર્ચમ ફાઉન્ડેશન અને વી દ પીપલ ઓફ મહારાષ્ટ્ર વતી કરવામાં આવ્યું હતું.

ભટ્ટે વધુમાં કહ્યું કે, ‘આપણુ મૌન કદી આપણને બચાવી શકશે નહીં, અને આપણી સરકારો પણ આપણને બચાવી શકશે નહીં.’ પૂજાએ કેન્દ્ર સરકાર પર પણ આક્રમક વલણ અપનાવતાં કહ્યું કે, શાસક પક્ષે ખરેખરમાં આપણને એક કરી દીધા છે. તેમણે કહ્યું, ‘જે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે તે અમને સંદેશ આપી રહ્યા છે કે આ તે સમય છે જ્યારે આપણે અવાજ ઉઠાવવો પડશે. અમે ત્યા સુધી નહી રોકાઇએ જ્યા સુધી અમારો અવાજને તેજ અને સ્પષ્ટ ન સાંભળવામાં આવે. અસંતોષ અને અસંમતિ એ પણ દેશભક્તિનું મોટું સ્વરૂપ છે. આયોજકનાં જણાવ્યા પ્રમાણે આ સંમેલન મારફતે બંધારણનાં આદર્શોની સલામતી અંગે ચર્ચા કરવા અને લોકોને તેના વિશે જાગૃત કરવા માટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.