Winter/ શિયાળામાં ઘરે આ રીતે બનાવો હેલ્ધી અને ટેસ્ટી જ અડદિયા પાક….

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ઋતુઓ બદલાય તેમ તેમ ઋતુઓ પ્રમાણે ખાણીપીણી પણ બદલાતી રહે છે.

Lifestyle
Untitled 44 1 શિયાળામાં ઘરે આ રીતે બનાવો હેલ્ધી અને ટેસ્ટી જ અડદિયા પાક....

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ઋતુઓ બદલાય તેમ તેમ ઋતુઓ પ્રમાણે ખાણીપીણી પણ બદલાતી રહે છે. ઋુતુ અનુસાર જો ખોરાક લેવામા આવે તો તે સીઝનમાં બહુ જ ફાયદાકારક સાબિત થાય છે. ઠંડીમાં શરીરને ગરમી મળે તેવો આહાર લઈએ તો શરીરમાં પણ ગરમાવો પેદા થાય છે. તો આજે વિન્ટર સ્પેશિયલ અડદિયા પાક બનાવતા શીખીએ. જે ગુજરાતભરમાં ખૂબ પ્રચલિત અને લોકપ્રિય છે.

સ્વાદમાં લાજવાબ, જોવામાં સરસ અને ખૂબ પોષણક્ષમ મિઠાઇની રેસિપી છે અડદિયા પાક.. આ મિઠાઇ શિયાળામાં વધારે બનાવવામાં આવે છે.

સામગ્રી

1 લીટર – દૂધ
2કિલો – ઘી
20નંગ – એલચી
2 કિલો – અડદનો લોટ
20નંગ – બદામ
20નંગ – કાજૂ
200 ગ્રામ – ગુંદર
1.750 – ગ્રામ ખાંડ
તળેલો ગુંદર
જરૂરિયાત મુજબ – સૂંઠનો પાવડર
જરૂરિયાત મુજબ – ગંઠોળાનો પાવડર
સૂકા નાળિયેરનું છીણ
ખસખસ

બનાવવાની રીત

સૌ પ્રથમ દૂધ અને ઘી ગરમ કરો. તેને બરાબર ઉકળવા દો. ગરમ કરેલા દૂધ અને ઘીને અડદના લોટમાં મિક્સ કરો અને તેને બરાબર હળવા હાથે મિક્સ કરી લો. એક પેનમાં ઘી ગરમ કરવા મૂકવું. તેમાં લોટ ઉમેરી ધીમા તાપે લોટ આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકવો. લોટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી 4-5 ચમચી ગરમ દૂધ ઉમેરી હલાવવું. ગરમ લોટમાં જ તળેલો ગુંદ, સૂંઠ પાઉડર, ગંઠોળા પાઉડર , સૂકા નાળિયેરનું છીણ, પીપરનો પાઉડર, એલચી તથા જાવંત્રી પાઉડર અને ખસખસ ઉમેરી 1 મિનિટ હલાવવું. મિશ્રણને હાથમાં લઈ શકાય તેટલું ઠંડુ પડે એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરવું. મિશ્રણને થાળીમાં પાથરી અડદિયા પાકના ચોસલા પાડી લો. તૈયાર છે તમારો અડદિયા પાક