Recipe/ પ્રોટીનથી ભરપૂર ફણગાવેલા કઠોળના સમોસા

ફણગા કઠોવેલાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. કઠોળને જ્યારે ફણગાવવામાં આવે છે ત્યારે તેની અંદર રહેલા લોહતત્વ વડે શરીરને ખૂબ જ મજબૂતી મળે છે. આ ઉપરાંત ફણગાવવાથીનો

Food Lifestyle
recipe

ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. કઠોળને જ્યારે ફણગાવવામાં આવે છે ત્યારે તેની અંદર રહેલા લોહતત્વ વડે શરીરને ખૂબ જ મજબૂતી મળે છે. આ ઉપરાંત ફણગાવવાથીનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. ફણગાવેલા કઠોળ માંથી પણ અવનવી વાનગીઓ બનતી હોય છે. આવી કેટલીક ટેસ્ટી રેસીપી હોય છે કે જે સ્વાસ્થ્ય અને સ્વાદ બન્ને માટે ઉત્તમ હોય છે.

સામગ્રી

1-કપ ચણા (ફણગાવેલા)

1-કપ મગ (ફણગાવેલા)

1-કપ મઠ (ફણગાવેલા)

1-નંગ બટાકા

1-કપ કોથમીર (ઝીણી સમારેલી)

1-નાની ડુંગળી (ઝીણી સમારેલી)

1- ચમચી વાટેલા આદુ મરચાંની પેસ્ટ

1-ચમચી ગરમ મસાલો

1-ચમચી હળદર

1-ચમચી આમચૂર પાવડર

મીઠું સ્વાદ અનુસાર

250 ગ્રામ મેંદો

તેલ- તળવા તથા મોણ માટે ખજૂર આમલીની તથાકોથમીરની ચટણી

રીત

મેંદામાં મીઠું તથા ૨- ચમચી જેટલું મોણ નાંખી લોટ બાંધી ૨૦- મીનીટ લોટ ને ઢાંકી રાખવો.

ફણગાવેલા મગ,મઠ અને ચણાને અલગ-અલગ બાફી લેવા.

અને બટાકા ને પણ બાફી તેનો માવો કરી તેમાં બધા કઠોળ નાખવા.

૨-ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં આદુ-મરચાં ની પેસ્ટ નાંખી સંતળાય જાય એટલે તેમાં ડુંગળી નાંખી સાંતળવી.

તેમાં હળદર , ગરમ મસાલો નાંખી ગેસ પરથી ઉતારી ભેગા કરેલા કઠોળમાં નાખવુ પછી તેમાં આમચૂર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું અને કોથમીર નાંખી બધુ બરાબર મિક્સ કરવું.

હવે મેંદાના લોટની પૂરી વણી મસાલો ભરી સમોસાનો શેઈપ આપી સમોસા તૈયાર કરી ગરમ તેલ માં તળી લેવા.

તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્દી સમોસા.ગરમાં-ગરમ સમોસા ખજૂર-આમલી તથા કોથમીર ની ચટણી સાથે સર્વ કરવા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…