Business/ કરોડોનું ટર્નઓવર અને હજારોને રોજગારી આપતો ‘પતંગ ઉદ્યોગ’

ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે વિશ્વભરમાં અમદાવાદનો પતંગ ઉદ્યોગ સૌથી મોટો છે અને ત્યાર પછી નંબર આવે છે, ખંભાતના પતંગ ઉદ્યોગનો

Mantavya Exclusive Mantavya Vishesh Navratri 2022
111 કરોડોનું ટર્નઓવર અને હજારોને રોજગારી આપતો ‘પતંગ ઉદ્યોગ’

મકરસંક્રાતિ એટલે રંગબેરંગી પતંગોની દુનિયામાં ડોકીયુ કરવાનો દિવસ. પતંગોના વિશ્વ પાછળ લાખો લોકોને રોજગારી મળે છે. કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતો આ પતંગ ઉદ્યોગ વર્ષના 15 દિવસ જ બંધ રહે છે. એમ કહેવુ જરાય ખોટુ નથી કે બારેમહિના પતંગ ઉદ્યોગ ધમધમતો રહે છે. હવે પતંગની વાત આવે એટલે સ્વાભાવિક તેની સાથે જોડાયેલી અનેક રસપ્રદ વાતોનો ઉલ્લેખ કરવો જ રહ્યો. ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે વિશ્વભરમાં અમદાવાદનો પતંગ ઉદ્યોગ સૌથી મોટો છે અને ત્યાર પછી નંબર આવે છે,ખંભાતના પતંગ ઉદ્યોગનો.

અધધ..બિઝનેસ..

11 કરોડોનું ટર્નઓવર અને હજારોને રોજગારી આપતો ‘પતંગ ઉદ્યોગ’

ખંભાતનો પતંગ ઉદ્યોગ ગુંજરત જ નહિ વિદેશ સુંધી વિસ્તર્યો છે.ખંભાતની પતંગો આંતરરષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉપરાંત નૈરોબી,દુબઈ,અમેરિકા સહિતના સ્થાનિક ઉજવણીમાં પહોચે છે. એમ કહેવાય છે કે આ ઉદ્યોગ વર્ષના 10થી 11 મહિના સુધી નિરંતર ચાલ્યા કરે છે. પતંગ ઉદ્યોગ એક એવો બિઝનેશ છે જે હજારો મહિલાઓને રોજગાર આપે છે. ખંભાતમાં જ અંદાજે ચાર હજારથી પણ વધારે મહિલાઓ આ ઉદ્યોગ પર નિર્ભર છે. જ્યારે અમદાવાદમાં દસ હજાર જેટલી મહિલાઓ આ ઉદ્યોગ સાથે જોડાયેલી છે.

પતંગ ઉદ્યોગ સાથે જોડાયેલા નીરજભાઇ ચુનારા કહે છે કે, ખંભાતના પતંગ ઉત્ત્પદકો આસામથી વાંસ મંગાવે છે. જેના ભાવમાં ૨૦ ટકાનો અને કાગળમાં ૧૫ ટકાનો વધારો થયો છે.એટલે ચાલુ વર્ષે પતંગ ઉત્પાદન વધશે તેની સાથે પતંગના ભાવ પણ ૨૦ ટકાનો વધારો થયો છે. ખંભાતી પતંગની ડિમાન્ડ સમગ્ર દેશમાં છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, નડિયાદ, ભરૂચ ઉપરાંત અનેક શહેરોમાં છે. ખંભાતના ઉત્પાદકો વાર્ષિક રૂપિયા 4થી5 કરોડથી વધારે પતંગો છુટક અને જથ્થાબંધ વેચે છે. આ વર્ષે ૯ કરોડથી વધુ પતંગો બનાવવામાં આવી છે.જેનાથી ખંભાતમાં ૫૦ કરોડ જેટલો ટર્ન ઓવર થવાની શકયતા છે.

પતંગની વિશેષતાઓ..

333 કરોડોનું ટર્નઓવર અને હજારોને રોજગારી આપતો ‘પતંગ ઉદ્યોગ’

જયારે પંતગની વિશેષતા વિશે વાત કરતા ફારૂકમિંયા કહે છે, ખંભાતની પતંગ ચગાવવી સરળ હોય છે. નવાબી કાળથી કુશળ કારીગરો પતંગ નિર્માણ કાર્ય કરતા હોવાથી કલાત્મક પતંગો બનાવે છે. ખંભાતની પતંગોની વિશેષતાએ છે કે તેમાં વપરાતો જીલેટીન કાગળ આકર્ષક અને ચગાવવામાં સાનુકૂળ હોય છે. વાંસનું ફિનિસિંગ પણ ઉત્કૃષ્ટ હોવાથી ખંભાતી પતંગ આકાશી ઉડાનમાં ફેઈલ જતો નથી. અંગ્રેજો તથા મોગલ સામ્રાજ્યમાં પણ ખંભાતનાં પતંગની બોલબાલા હતી. પેઢી દર પેઢી પતંગ કારીગરીની પરંપરા ચાલી આવે છે. ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ, ગેંસિયા, કનકવાનું ઉત્પાદન થયું છે. ખંભાતના બજારમાં બે ઈંચની ટચૂકડી પતંગો પણ આકર્ષણ જન્માવે છે. ગૃહ સજાવટ, ભેટ તથા સુશોભનમાં વપરાતી ટચૂકડી પતંગો ઉપરાંત ૮ ફૂટના ચંદરવો, રોકેટ જેવા પતંગોની વેરાયટી જોવા મળે છે. જેનું વેચાણ પાંચસોથી લઇને બે હજાર સુધીમાં થાય છે. ઉલ્લેખનીય છે કે, ખંભાતમાં ૧૨૦૦થી વધુ પરિવાર પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.૭ હજાર જેટલા પતંગ કારીગરો પતંગો બનાવવાનું કામ કરી રહ્યા છે. જેમાં ૪ હજારથી વધુ મહિલાઓ પોતાના ઘરે પતંગો બનાવીને રોજગારી મેળવે છે.

પતંગ ઉત્પાદક અનિકેત ખંભાતી કહે છે કે, ખંભાતમાં કલકત્તાથી કમાન મંગાવવામાં આવે છે. જે ચીડિયો પાડેલી આવે છે. ગયા વર્ષે ૧૦૦૦ કમાનોનો ભાવ ૪૫૦ હતો આ વર્ષે ૫૫૦ થયો છે. એટલુ જ નહીં પતંગના કાગળ પણ દિલ્હી મુંબઈથી આયાત કરવામાં આવે છે. જેનો ભાવ પણ વધીને ૧૦૦૦ થયો છે. વધુમાં અનિકેત કહે છે ખંભાતમાં જુદી- જુદી ડિઝાઇનના પતંગો તૈયાર કરવામાં આવે છે. જેમાં પાન ટોપા, દિલ ગુલ્લા, ફરાહ, ચોકડો, ચીલ, ચાંદ, ડબલ દિલ, દિવો, રોકેટ, ચાપટ, પાવલા, બામચી, પીવીસી, ચંદરવો, કનકવો, ફેન્સી ચાપટ, ખાખી ઢગલ, મોટા મેટલનો સમાવેશ થાય છે.

પતંગની બનાવટ અનેક તબક્કામાંથી પસાર થાય છે

14 કરોડોનું ટર્નઓવર અને હજારોને રોજગારી આપતો ‘પતંગ ઉદ્યોગ’

પતંગની બનાવટ જોઇને કોઇને કલ્પના પણ નહીં થતી હોય કે તે અનેક હાથમાંથી પસાર થયા પછી પરફેક્ટ પતંગ બનીને ગગનચૂંબે છે. પતંગ બનાવવામાં સૌ પ્રથમ ક્રમાંકમાં કાગળનું ફર્મા પ્રમાણે કટિંગ છે. જેના માટે જાડા પૂંઠાનો નમૂનો તૈયાર કરવામાં આવે છે. જે સાઇઝનો પતંગ બનાવવાનો હોય એ પ્રમાણે ફર્મા પર કાગળ મુકી તેનો સેપ તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી તેને ચારેકોર દોરી લગાવવાનું કાર્ય કરાય છે. આ કામ ખુબ જ બારીકાઇ ભરેલે છે જે મહિલાઓ કરે છે. ત્રીજુ કામ ઢઢ્ઢો લગાવવાનું છે ટસે કે પતંગના બે ભાગ પાડતી વાંસની સળી લગાવવી, ચોથું કાર્ય વાંસની પટ્ટીને તીર આકારમાં લગાવવાનું છે, આ પટ્ટી બરોબર ફીટ રહે એટલે તેને ચાટીથી ચોંટડવામાં આવે છે. પતંગના છેડે ફુદ્દી લગાવવાનું કામ પણ જુદી-જુદી વ્યક્તિ કરે છે. આ રીતે અનેક તબક્કામાંથી પસાર થયા પછી પતંગ છેલ્લે વેપારી સુધી અને ત્યાંથી ગ્રાહકો સુધી પહોંચે છે. માટે એમ કહી શકાય કે પતંગ સાતથી આઠ વ્યક્તિના હાથમાંથી પસાર થાય છે ત્યારે પતંગ રસિકો સુધી પહોંચે છે.

હજારો લોકોને કામ મળી રહે છે

1 9 કરોડોનું ટર્નઓવર અને હજારોને રોજગારી આપતો ‘પતંગ ઉદ્યોગ’

પતંગ વ્યવસાય વીશે વાત કરતા ગુજરાત કાઇટ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડિંગ એસોસીએશનના વાઇસ પ્રેસીડન્ટ નશરૂદ્દીન શેખ વાત કરતી કહે છે કે, દેશના જુદા-જુદા રાજ્યોમાં અમદાવાદમાં બનતી પતંગોનું જ ડિસ્ટીબ્યુટ થાય છે. અમારા ત્યાંથી જથ્થાબંધ માલ લઇને વેપારીઓ પતંગોનો છુટક બીઝનેસ કરે છે. દર વર્ષે કરોડો રૂપિયાનો બિઝનેશ થાય છે. એમ કહી શકાય કે, પતંગનું કામ આખા વર્ષ દરમિયાન માત્ર પંદર દિવસ જ બંધ રહે છે. જાન્યુઆરીના છેલ્લા વીકથી ફેબ્રુઆરીના બીજા વીક સુધી પતંગ બનાવવાનું કામ બંધ રહે છે. મહત્વની વાત છે કે, આ એક જ બિઝનેશ એવો છે જે વર્ષ દરમિયાન લોકોને કામ આપે છે, ઉપરાંત સંર્પુણ હોમમેડ કામ છે. જેના કારણે હજારો લોકોને કામ મળી રહે છે. માત્ર અમદાવાદમાં જ દસ હજાર જેટલા લોકો આ કામ સાથે જોડાયેલા છે. જેમાં 70થી80 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે.

નવેમ્બર પછી ટ્રેન્ડીંગ પતંગો જ બનાવવામાં આવે છે

13 કરોડોનું ટર્નઓવર અને હજારોને રોજગારી આપતો ‘પતંગ ઉદ્યોગ’

જ્યારે અમદાવાદ કાઇટ એસોસીએશનના પ્રમુખ સફરૂદ્દીન શેખ કહે છે, પતંગોનો કારોબાર બારે મહિના કામ આપતો વ્યવસાય છે. જો કે તેમાં થોડી ઘણી અડચણો પણ આવે છે. જેમ કે કોરોનાના કારણે પતંગના બિઝનેશ પર પણ માઠી અસર થઇ છે. પતંગનો ટ્રેન્ડ કેવી રીતે નક્કી કરવામાં આવે છે..? એ વીશ વાત કરતા સફરૂદ્દીન કહે છે, કે સામાન્ય સીતે તો ફેબ્રુઆરીનાં અંતથી લઇને દિવાળી સુધી સાદી પતંગો જ બનાવવામાં આવે છે. ત્યાં સુધી માર્કેટના માહોલની પણ જાણ થઇ જાય છે. આવનારી નવી ફિલ્મો, પોલીટીકલ વાતાવરણ, બાળકો માટેના કાર્ટુન કેરેક્ટર જેવી અક વેરાયટીનો ટ્રેન્ડ દર વર્ષે બદલાતો રહે છે. જો કે દિવાળી પછી પતંગની પસંદગી ક્લીયર થઇ જાય છે. માટે નવેમ્બર પછી ટ્રેન્ડીંગ પતંગો જ બનાવવામાં આવે છે.

વર્કશોપનું આયોજન

2 1 6 કરોડોનું ટર્નઓવર અને હજારોને રોજગારી આપતો ‘પતંગ ઉદ્યોગ’

પતંગ ઉદદ્યોગને પ્રોત્સાહન મળી રહે અને આગળ વધે તેવા આસયથી સરકારે પતંગ બનાવતા કારીગરો માટે ખાસ વર્કશોપનું આયોનજ કર્યુ છે. જે અતાયરે અમદાવામાં ચાલી રહ્યું છે. આ વીશે વાત કરતા ટેક્સટાઇલ મંત્રાલય હેન્ડીક્રાફ્ટના આસિ. ડાયરેક્ટર મહેન્દ્ર સીંઘ મીણાએ કહ્યું કે, ટેક્સટાઇલ મંત્રાલયના ડીસી હેન્ડીક્રાફ્ટે (ડેવલોપમેન્ટ એન્ડ કમિશન હેન્ડીક્રાફ્ટ) અમદાવાદ જમાલપુરમાં ટ્રેનિંગ પોગ્રામ શરૂ કર્યો છે. પતંગ માર્કેટને વધુ વેગવંત્તો બનાવવા માટે ઉપરાંત નવી-નવી ડિઝાઇન તૈયાર કરી શકાય એ માટે થઇને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં પતંગ બનાવતા કારીગરો માટે આ વર્કશોપ ઉપયોગી બની રહેશે.

ગુજરારાતમાં 14 જાન્યુઆરીએ ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પતંગોત્સવની ઉજવણી જુદા-જુદા સમયે કરવામાં આવે છે. દિલ્હીમાં 26 જાન્યુઆરીએ રંગબેરંગી પતંગોથી આકાશ ભરાય જાય છે. જ્યારે રાજસ્થાનમાં ઉનાળા વેકેશનમાં પતંગરસીકો પતંગ ઉડાવવાની મજા માણે છે. એવી જ રીતે ઉત્તરપ્રદેશમાં વર્ષ દરમિયાન પતંગોત્સવ ચાલે છે. એટલે કે જ્યારે પણ ઇચ્છા છાય ત્યારે પતંગ –દોરો લઇને ધાબા પર ચઢી જવાનું. પંજાબની વાત કરીએ તો લોળી સમયે પતંગ ચગે છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ મહદઅંશે 14 જાન્યુઆરીએ છુટી છવાઇ પતંગો ઉડતી જોવા મળે છે. ઘણા એનઆરઆઇ તો પતંગ ઉડાવવાની મજા માણંવા માદરે વતન પણ આવે છે.

મહિલાલક્ષી ઉદ્યોગ

12 કરોડોનું ટર્નઓવર અને હજારોને રોજગારી આપતો ‘પતંગ ઉદ્યોગ’

એમ કહેવું જરાય અતિશયોક્તિ નથી કે પતંગ ઉદ્યોગ મહિલાઓ સાથે જોડાયેલો છે. 70થી80 ટકા મહિલાઓ આ બિઝનેશ પર નિર્ભર છે. જમાલપુર વિસ્તારમાં રહેતા અને છેલ્લા 15 વર્ષથી કામ કરતા મુબીના છીપા કહે છે, પતંગ બનાવવાનું કામ હવે મારા માટે સરલ બની ગયું છે. દાયકા કરતા પણ વધુ સમય થયો આ કામ કરતા. ઘરના ધણા કાજમાં પણ મને પતંગના કામથી મદદ મળી રહે છે. રોજની બેથી અઢી હજાર પતંગ બનાવુ છું અને મહિને 7થી8 હજાર ઘરે બેસીને જ રળી લઉં છું. મારા કામની સાથે ઘર, પરિવાર, બાળકો બધુ જ સચવાય છે. જ્યારે સમીના શેખ કહે છે, મહિલાઓ માટે ઘરે બેસીને બારે મહિના મળી રહે તેવી આ એક જ આવક છે. હું રોજની બે હજાર જેટલી પતંગ લગાઉં છું અને ઘરકામની સાથે સાથે રોજના 200થી 250 રૂપિયાના આવક સહેલાઇથી કરું છું.

ભારતનું સૌથી મોટું પતંગ માર્કેટ અમદાવાદમાં આવેલું છે, અમદાવાદથી જ દેશના ખુણે-ખુણે પતંગ પહોંચાડવામાં આવે છે. અમાદાવાદના જમાલપુર વિસ્તારમાં દેશનું સૌથી મોટું પતંગનું જથ્થાબંધ માર્કેટ છે. જે દસ હજાર કરતા પણ વધુ કારીગરોને વર્ષ દરમિયાન રોજગારી પુરી પાડે છે. 55 જેટલા પતંગ ઉત્પાદકો સાતથી લઇને દસ કરોડ જેટલી પતંગો બનાવે છે. કહેવાય છે કે 1994માં ઉત્તરપ્રદેશથી સનાઉલ્લાખાન અમદાવાદ આવ્યા હતા અને તેમને પ્રથમ વખત અહીં આવીને પતંગ બનાવવાની શરૂઆત કરી હતી. એ સમયે અમદાવાદમાં પતંગ બનાવવાનું કામ કરનારા તેઓ પ્રથમ કારીગર હતા. હાલમાં તેમની ચોથી પાંચમી પેઢી પતંગ બનાવવાનું કામ કરી રહી છે. સનાઉલ્લાખાનની શરૃઆત પછી અનેક પરિવારો પતંગ ઉદ્યોગ સાથે જોડાયા અને ધીમે-ધીમે અમદાવાદ ભારતનું સૌથી મોટું પતંગ માર્કેટનું હબ બની ગયું.

ઉતરાયણના દિવસે ગગનચુંબી પતંગોને જોઇને વિચાર્યુ પણ નહીં હોય કે બે દિવસના આ ઉત્સવને ઉત્સાહી બનાવવા માટે હજારો લોકોની મહેનત વર્ષભર કામ કરે છે.