Not Set/ સવાર-સવારમાં પેટ ખાલી ન થાય તો દવાઓ નહીં પરંતુ ઘરેલું ઉપાયથી મેળવો રાહત…

આપણી બદલાતી જીવનશૈલી, ખોટી ખાવાની ટેવ, આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહેવું કસરત ન કરવી – આ તમામ બાબતો આપણા સ્વાસ્થ્યને અસર કરી રહી છે અને તેની સૌથી વધુ અસર આપણા પેટ અને પાચનમાં જોવા મળે છે. જો સવારે પેટ સાફ ન હોય તો દિવસભર પેટમાં દુખાવો, પેટનું ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓ અનુભવાય […]

Lifestyle
stomech સવાર-સવારમાં પેટ ખાલી ન થાય તો દવાઓ નહીં પરંતુ ઘરેલું ઉપાયથી મેળવો રાહત...

આપણી બદલાતી જીવનશૈલી, ખોટી ખાવાની ટેવ, આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહેવું કસરત ન કરવી – આ તમામ બાબતો આપણા સ્વાસ્થ્યને અસર કરી રહી છે અને તેની સૌથી વધુ અસર આપણા પેટ અને પાચનમાં જોવા મળે છે. જો સવારે પેટ સાફ ન હોય તો દિવસભર પેટમાં દુખાવો, પેટનું ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓ અનુભવાય છે. પરંતુ જો પેટ સાફ ન કરવાની આ સમસ્યા દરરોજ ચાલુ રહે છે, તો તેને કબજિયાત કહેવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન અથવા કેટલીક દવાઓ લેતી વખતે કબજિયાતની આ સમસ્યા વધુ અનુભવાય છે.

કબજિયાત આ કારણોસર થાય છે
વિશ્વની લગભગ 16 થી 20 ટકા લોકોમાં કબજિયાતની સમસ્યા જોવા મળી રહી છે. અમેરિકાની લગભગ 20 ટકા વસ્તી કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહી છે. સૌ પ્રથમ, જાણો કબજિયાતનું કારણ શું છે..
– દરરોજ આહારમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર ન હોવાથી આ સમસ્યા ઉદભવી શકે, દૂધ, ચીઝ, માંસ વગેરેનું વધુ પ્રમાણ લેવું.
– ડિહાઇડ્રેશન એટલે શરીરમાં પાણીનો અભાવ, રોજ પૂરતું પાણી ન પીવું
– આખો દિવસ એક જગ્યાએ બેસી રહેવું ,કસરત ન કરવી
– વધારે કેલ્શિયમ એન્ટાસિડ અથવા અન્ય પીડાથી રાહત આપતી દવાઓનું સેવન કરવું
– મુસાફરી અથવા અન્ય કોઈ કારણોસર દિનચર્યામાં પરિવર્તન

ફૂદીનાના પાંદડાનો આ રીતે કરશો ઉપયોગ તો ત્વચા પર નિખાર અને વાળની સમસ્યા પણ થશે દૂર

આ રોગો કબજિયાતને કારણે થાય છે
– પાઇલ્સ
– મોટા આંતરડામાં સોજો
– હોજરીના રોગ
– પેટનું અલ્સર
– ઇરિટેબલ સિન્ડ્રોમ

પાણી પીવો – ડિહાઇડ્રેશનને કારણે કબજિયાત થાય છે, તેથી પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો. જો તમે ઇચ્છતા હોવ તો, સાદા પાણીને બદલે, તમે આહારમાં લીંબુનું શરબત, નાળિયેર પાણી જેવા પ્રવાહીઓનો પણ સમાવેશ કરી શકો છો. દરરોજ 2-3 લિટર પાણી પીવો.

ફાઈબરથી ભરપૂર વસ્તુઓ લેવાનું રાખો – વધારે ફાયબરનું સેવન કરવાથી પાચક સિસ્ટમ ઝડપથી કામ કરે છે, જેનાથી સ્ટૂલ પસાર થવામાં સરળતા રહે છે. તેથી તમારા આહારમાં આખા અનાજ, ફળો અને શાકભાજી, ઓટ્સ, જવ, બદામ, કઠોળ વગેરે સામેલ કરો. જો તમે ઇચ્છો, તો તમે કબજિયાતમાં ઇસબગોલનું સેવન પણ કરી શકો છો.

કિસમિસનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત આપે છે. રાત્રે 8 થી 10 સુકી દ્રાક્ષને પાણીમાં પલાળી રાખો અને સવારે તેના બીજ કાઢો અને સુકી દ્રાક્ષને દૂધમાં ઉકાળી તેને ખાઓ.

જીરું અને અજમાને ધીમી ફ્લેમ પર શેંકી લો અને પછી પીસી લો, તેમા કાળુ મીઠું ઉમેરો. ત્રણેય વસ્તુઓ સમાન હોવી જોઈએ. આ પાવડરને અડધી ચમચી સાછે દરરોજ હળવા પાણી સાથે પીવો. કબજિયાત માટે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે.