Not Set/ ૨૦૨૦ સુધીમાં પર્યાવરણને સૌથી વધુ નુકશાન કરનાર ડિવાઈઝ સ્માર્ટફોન હશે : અભ્યાસ

ઓટાવા, તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યુ છે કે, આગામી સમયમાં એટલે કે ૨૦૪૦ સુધીમાં સ્માર્ટફોન અને ડેટા સેન્ટર જેવી કોમ્યુનિકેશન ટેકનોલોજી પર્યાવરણ માટે સૌથી મોટો ખતરો બની જશે. કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીના સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. સંશોધનમાં ૨૦૦૫ સુધીના સ્માર્ટફોન, લેપટોપ, ટેબલેટ, ડેસ્કટોપની સાથે-સાથે ડેટા સેન્ટર અને કોમ્યુનિકેશન નેટવર્ક જેવા ડિવાઈઝના કારણે ઉત્પન્ન થતા […]

Lifestyle Tech & Auto
43137fe6a74dcec5972948878e204add82c47b0d ૨૦૨૦ સુધીમાં પર્યાવરણને સૌથી વધુ નુકશાન કરનાર ડિવાઈઝ સ્માર્ટફોન હશે : અભ્યાસ
ઓટાવા,
તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યુ છે કે, આગામી સમયમાં એટલે કે ૨૦૪૦ સુધીમાં સ્માર્ટફોન અને ડેટા સેન્ટર જેવી કોમ્યુનિકેશન ટેકનોલોજી પર્યાવરણ માટે સૌથી મોટો ખતરો બની જશે. કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીના સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે.
સંશોધનમાં ૨૦૦૫ સુધીના સ્માર્ટફોન, લેપટોપ, ટેબલેટ, ડેસ્કટોપની સાથે-સાથે ડેટા સેન્ટર અને કોમ્યુનિકેશન નેટવર્ક જેવા ડિવાઈઝના કારણે ઉત્પન્ન થતા કાર્બનના અભ્યાસના આધારે કરવામાં આવ્યો છે.
સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, સોફ્ટવેરના કારણે ઈન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીથી પ્રદૂષણ વધી રહ્યુ છે. એટલુ જ નહીં લોકોની કલ્પના કરતા પણ અનેક ઘણુ વધુ દુષણ ફેલાઈ રહ્યુ છે. મેકમાસ્ટરના એસોસીએટ્‌સ પ્રોફેસર લોફી બેલખીરે જણાવ્યુ હતું કે, અત્યારે વૈશ્વિક પ્રદૂષણમાં કોમ્યુનિકેશન સોફ્ટવેરની ભાગીદારી ૧.૫ ટકા છે. પરંતુ આજ ઝડપે વિકાસ થતો રહ્યો તો ૨૦૪૦ સુધીમાં વૈશ્વિક પ્રદૂષણમાં કોમ્યુનિકેશન ટેકનોલોજીનુ પ્રમાણ વધીને ૧૪ ટકા થઈ જશે.
તમે જ્યારે પણ કોઈ ટેક્સ મેસેજ, ફોન કોલ્સ, વીડિયો અપલોડ કે ડાઉનલોડ કરો છો ત્યારે આ તમામ પ્રક્રિયા એક ડેટા સેન્ટરના કારણે સંભવ બને છે, તેમણે જણાવ્યુ હતું કે, ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક અને ડેટા સેન્ટર માટે મોટા પ્રમાણમાં વીજળીનો ઉપયોગ થાય છે. તેમજ મોટાભાગના ડેટા સેન્ટર કોલસામાંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કરે છે. જે પ્રદૂષણને વધારી રહી છે. સંશોધનમાં જણાવવામાં આવ્યુ છે, કે ૨૦૨૦ સુધીમાં પર્યાવરણને સૌથી વધુ નુકશાન કરનાર ડિવાઈઝ સ્માર્ટફોન હશે.