Stock Market/ શેરબજારની શુભ શરૂઆત : સેન્સેક્સ 72,113 અને નિફ્ટી 21,747 ના સ્તર પર ખુલ્યો

શેરબજારની શુભ શરૂઆત થઈ. બજાર ખુલતાની સાથે જ બેન્ક નિફ્ટી ડાઉન થયો હોવા છતાં ફાર્મા શેર્સમાં સારા ઉછાળાને કારણે બજારને તેજી જોવા મળી.

Top Stories Business
Mantay 22 1 શેરબજારની શુભ શરૂઆત : સેન્સેક્સ 72,113 અને નિફ્ટી 21,747 ના સ્તર પર ખુલ્યો

આજે સપ્તાહના પ્રથમ દિવસ શેરબજારની શુભ શરૂઆત થઈ. બજાર ખુલતાની સાથે જ બેન્ક નિફ્ટી ડાઉન થયો હોવા છતાં ફાર્મા શેર્સમાં સારા ઉછાળાને કારણે બજારને તેજી જોવા મળી. ભારતીય બજારને અદાણી બાદ આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વૃદ્ધિથી ટેકો મળી રહ્યો છે. જો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટોક જે સવારે વધી રહ્યો હતો તે અડધો કલાકના સમય બાદ નીચે આવ્યો છે.  બજારમાં આજે BPCLના શેર નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં ટોચના ગેઇનર છે.

નવા ટ્રેડિંગ સપ્તાહની શરૂઆત સ્થાનિક શેરબજાર માટે સારા સંકેતો લઈને આવી છે. શેરબજારમાં ઉછાળાને મિડકેપ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓના ઉછાળાને ટેકો મળી રહ્યો છે. બીએસઈનો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 87.10 પોઈન્ટ અથવા 0.12 ટકાના વધારા સાથે 72,113 પર ખુલ્યો હતો. તે જ સમયે, એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 36.80 પોઈન્ટ અથવા 0.17 ટકાના વધારા સાથે 21,747 ના સ્તર પર ખુલ્યો છે.

બજાર ખૂલ્યાના અડધા કલાક બાદ સેન્સેક્સ 200 પોઈન્ટ્સ તૂટ્યો હતો. BSE સેન્સેક્સ 201.46 પોઈન્ટ અથવા 0.28 ટકાના ઘટાડા બાદ 71,824 પર પહોંચી ગયો છે. સેન્સેક્સના વધતા શેરોમાં બીપીસીએલ, ઓએનજીસી, ભારતી એરટેલ, હીરો મોટોકોર્પ, કોલ ઈન્ડિયા, ટાઇટન, એચસીએલ ટેક, ટાટા મોટર્સ અને એનટીપીસીના શેરનો સમાવેશ થાય છે. સેન્સેક્સના 30માંથી માત્ર 10 શેરોમાં જ વધારો થયો હતો અને 20 શેરો રેડ નિશાન સાથે ઘટાડો દર્શાવતા હતા.

બજાર ખૂલ્યાના અડધા કલાકમાં જ નિફ્ટીમાં વધતા શેરોની સંખ્યામાં ઘટાડો થયો હતો અને વધતા શેરોની સંખ્યામાં ઘટાડો થયો હતો. સવારે 9.44 વાગ્યે નિફ્ટીના 50માંથી માત્ર 21 શેરો જ ઉછળી રહ્યા છે અને 29 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં BPCL 1.24 ટકાના વધારા સાથે અને Hero MotoCorp 1.12 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ONGCમાં 0.67 ટકા, ભારતી એરટેલમાં 0.66 ટકા અને આઇશર મોટર્સમાં 0.62 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.