જમ્મુ-કાશ્મીર/ પુલવામામાં બુધવારે મધ્યરાત્રિથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં બુધવારે સવારે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર કર્યો હતો. પોલીસે આ અંગે માહિતી આપી હતી.

Top Stories India
પુલવામા આતંકી ઠાર
  • જમ્મુ કાશ્મીરમાં આતંકી વિરુદ્ધ સેનાનું ઓપરેશન
  • પુલવામા એન્કાઉન્ટરમાં આતંકી ઠાર
  • હિજબુલ નિજામુદ્દીનનો આતંકી મરાયો ઠાર
  • 2017થી સક્રિય હતો હિજબુલ આતંકી

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં બુધવારે સવારે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર કર્યો હતો. પોલીસે આ અંગે માહિતી આપી હતી. આ એન્કાઉન્ટર બુધવારે મધ્યરાત્રિથી શરૂ થયું હતું અને સવાર સુધી ચાલુ રહ્યુ છે.

આ પણ વાંચો – ડોન / અંડરવર્લ્ડ ડોન સુરેશ પૂજારીને અમેરિકાથી ભારત પરત લાવવામાં આવ્યો,મુંબઈમાં 25 કેસ નોંધાયા છે

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ મંગળવારે મોડી રાત્રે પુલવામા જિલ્લાનાં રાજપુરા વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, જેના પછી એન્કાઉન્ટર શરૂ થયું. તેમણે કહ્યું કે, બુધવારે સવારે એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો, ઓપરેશન હજુ પણ ચાલુ છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ કરવામાં આવી રહી છે અને જાણવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે તે કયા સંગઠન સાથે સંકળાયેલો હતો. આ પહેલા સોમવારે મોડી સાંજે જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગરમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા હતા, જ્યારે 12 જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. કાશ્મીરનાં આઈજીપીએ જણાવ્યું હતું કે શ્રીનગર હુમલો બે પાકિસ્તાનીઓ અને જૈશનાં એક સ્થાનિક આતંકવાદીએ કર્યો હતો.

આ અંગે માહિતી આપતાં જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું હતું કે, “પુંછનાં બહરામગલા વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદીઓ વિશે માહિતી મળી હતી, જેના માટે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો. જ્યારે સુરક્ષા દળોએ આતંકવાદીઓને વળતો જવાબ આપ્યો અને કાર્યવાહી કરી, ત્યારે એક આતંકવાદી માર્યો ગયો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અથડામણમાં, સુરક્ષા દળોએ સ્થળ પરથી એક AK-47 રાઇફલ, 4 મેગેઝિન અને અન્ય ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી.