Not Set/ ગરીબ કલ્યાણ રોજગાર યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ ભારતમાં આજીવિકાની તકો વધારવાનો છે : PM મોદી

કોરોના વાયરસનાં ચેપને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા માર્ચમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેણે દેશનાં લાખો લોકોની આજીવિકા છીનવી લીધી. હવે બેરોજગારોને રાહત આપવા માટે મોદી સરકારે મેગા પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ‘ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન‘ શરૂ કર્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ […]

India
12a1807c8bc707a529666cb839114029 ગરીબ કલ્યાણ રોજગાર યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ ભારતમાં આજીવિકાની તકો વધારવાનો છે : PM મોદી
12a1807c8bc707a529666cb839114029 ગરીબ કલ્યાણ રોજગાર યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ ભારતમાં આજીવિકાની તકો વધારવાનો છે : PM મોદી

કોરોના વાયરસનાં ચેપને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા માર્ચમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેણે દેશનાં લાખો લોકોની આજીવિકા છીનવી લીધી. હવે બેરોજગારોને રાહત આપવા માટે મોદી સરકારે મેગા પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનશરૂ કર્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર ઉપરાંત 6 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

ગરીબ કલ્યાણ રોજગાર યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ ભારતમાં આજીવિકાની તકો વધારવાનો છે. યોજનાનું ઉદઘાટન કરતાં વડા પ્રધાને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્થળાંતર કરનારાઓની ચર્ચા કરી હતી. ગ્રામ પંચાયત રાત-તેલિહારનાં વડા અનિલસિંહે વડા પ્રધાન મોદી સાથે સ્થાનિક મુદ્દાઓની ચર્ચા કરી હતી. તેમણે કોરોનાવાયરસ લોકડાઉન દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ કામગીરી વિશે જણાવ્યું હતું. આ પછી દિલ્હીથી તેમના ગામ પરત આવેલ સ્મિતા કુમારીએ પોતાના મંતવ્યો રજૂ કર્યા. વડા પ્રધાને તેમને ભવિષ્યની યોજનાઓ વિશે પૂછ્યું. યોજનામાં બિહાર પર ભાર મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન ગ્રામ વિકાસ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે આ રોજગાર અભિયાન 6 રાજ્યોમાં 125 દિવસ ચાલશે.

આ દરમિયાન વડા પ્રધાન મોદીએ દેશમાં કોરોના રોગચાળાને લઇને કહ્યુ કે, જનસંખ્યાનો કોરોનાને આટલી હિંમતથી લડવુ, આટલી સફળતાથી મુકાબલો કરવો એ મોટી વાત છે. આ સફળતા પાછળ આપણા ગ્રામીણ ભારતની જાગૃતિએ કાર્ય કર્યું છે, પરંતુ આમાં આપણા સાથી, ગ્રામ પ્રધાન, આંગનવાડી વર્કર, આશાવર્કર્સ, જીવિકા દીદી, એ બધાએ ખૂબ સારું કામ કર્યું છે. તે બધા પ્રશંસાને પાત્ર છે. તેમણે કહ્યું, “કોઈ તમારી પીઠ થપથપાવે કે ન થપથપાવે હુ તમારી જય જય કાર કરુ છુ. તમે કોરોનાથી હજારો અને લાખો લોકોને બચાવવાનું પુણ્ય કર્યું છે. હું તમને નમન કરું છું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.