Prime Minister Modi/ PM મોદી આજે NCCની વાર્ષિક રેલીને સંબોધિત કરશે, કાર્યક્રમમાં 24 દેશોના 2200થી વધુ કેડેટ્સ ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે NCC રેલીને સંબોધશે. આ વર્ષની NCC રેલીમાં 24 દેશોના 2,200 થી વધુ NCC કેડેટ્સ ભાગ લેશે.

Top Stories India
YouTube Thumbnail 2024 01 26T225318.439 PM મોદી આજે NCCની વાર્ષિક રેલીને સંબોધિત કરશે, કાર્યક્રમમાં 24 દેશોના 2200થી વધુ કેડેટ્સ ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે NCC રેલીને સંબોધશે. આ વર્ષની NCC રેલીમાં 24 દેશોના 2,200 થી વધુ NCC કેડેટ્સ ભાગ લેશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડમાં સાંજે 4:30 વાગ્યે રેલીનું આયોજન કરવામાં આવશે.

અમૃત કાલની NCC થીમ

આ રેલીમાં વાઇબ્રન્ટ ગામોના 400 થી વધુ સરપંચો અને દેશના વિવિધ ભાગોમાંથી વિવિધ સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી 100 થી વધુ મહિલાઓ વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. ‘એનસીસી ઓફ અમૃત કાલ’ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમ કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, PM મોદી સાંજે 4:30 વાગ્યે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડમાં વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં ‘એનસીસી ઓફ અમૃત કાલ’ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવશે જે અમૃત પેઢીના યોગદાન અને સશક્તિકરણને દર્શાવશે.


આ પણ વાંચો:suprime court/હાઇકોર્ટના બે જજોનો ટકરાવ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો,શનિવારે થશે સુનાવણી

આ પણ વાંચો:આગ/દિલ્હીની ઇમારતમાં ભીષણ આગ લાગતા બાળક સહિત ચાર લોકોના મોત

આ પણ વાંચો:જ્ઞાનવાપી વિવાદ/AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જ્ઞાનવાપી સંકુલના સર્વે રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલ!