Not Set/ ભારતીય રેલ્વે તરફથી આવ્યા સારા સમાચાર, આ તારીખથી સ્પેશિયલ ટ્રેનનું શરૂ થશે વેઈટિંગ લિસ્ટ

ચીનનાં વિહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ આજે દુનિયાને તેના ઇસારા પર નચાવી રહ્યો છે. ત્યારે તેને કંટ્રોલ કરવા દુનિયાનાં મોટાભાગનાં દેશોએ લોકડાઉનનો સહારો લીધો છે, જેમા ભારત પણ છે. જેના કારણે દેશમાં સ્થળાંતર વાહનો સંપૂર્ણપણે બંધ છે. ત્યારે લગભગ 50 દિવસથી ઘરમાં બંધ લોકો માટે સરકારે એક સારા સમાચાર આપ્યા છે. આપને જણાવી દઇએ કે, […]

India
1a888c21ab0574e4ad9ee0531ee7eeea 1 ભારતીય રેલ્વે તરફથી આવ્યા સારા સમાચાર, આ તારીખથી સ્પેશિયલ ટ્રેનનું શરૂ થશે વેઈટિંગ લિસ્ટ

ચીનનાં વિહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ આજે દુનિયાને તેના ઇસારા પર નચાવી રહ્યો છે. ત્યારે તેને કંટ્રોલ કરવા દુનિયાનાં મોટાભાગનાં દેશોએ લોકડાઉનનો સહારો લીધો છે, જેમા ભારત પણ છે. જેના કારણે દેશમાં સ્થળાંતર વાહનો સંપૂર્ણપણે બંધ છે. ત્યારે લગભગ 50 દિવસથી ઘરમાં બંધ લોકો માટે સરકારે એક સારા સમાચાર આપ્યા છે. આપને જણાવી દઇએ કે, દેશમાં થોડા દિવસોમાં સરકાર ટ્રેન સેવા શરૂ કરશે. જેને લઇને હવે સ્પેશિયલ ટ્રેનમાં 22 મે થી વેઈટિંગ ટિકિટ શરૂ કરાશે.

રેલવે બોર્ડે બુધવારે માત્ર પોતાની વર્તમાન વિશેષ ટ્રેન જ નહિ પણ આગામી તમામ ટ્રેનોમાં યાત્રા માટે 22 મે થી પ્રતીક્ષા સૂચીનું પ્રાવધાન શરૂ કરવા સંબંધી આદેશ જાહેર કર્યો છે. વર્તમાન વિશેષ ટ્રેનોમાં માત્ર કન્ફર્મ ટિકિટ જ બુક કરવામાં આવી રહી છે, જ્યારે 22 મે થી થઈ રહેલી યાત્રાઓને પગલે 15 મે થી ટિકિટોનાં બુકિગમાં પ્રતીક્ષા સૂચીમાં ટિકિટ બુક કરાવવાનો પ્રાવધાન હશે. હવે 1 ACમા 20, એગ્જીક્યૂટિવ ક્લાસમાં 20, 2ACમાં 50, 3એસીમાં 100, એસી ચેર કારમાં 100 અને સ્લિપર કોચમાં 200 સુધી વેઈટિંગ ટિકિટ કાપવામાં આવશે.

રેલવેએ ઝોનોને મોકલેલા બોર્ડનાં આ આદેશમા સંકેત આપ્યો છે કે રેલવે વ્રતમાન એસી ટ્રેનોને બદલે મિશ્રિત સેવાઓ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેનો અર્થ છે કે મોટા શહેરોની સાથે સાથે નાના શહેરો માટે પણ આ સેવાઓ શરૂ કરવામાં આવી શકે છે. હાલ રાજધાની સ્પેશિયલ મોટા શહેરો માટે સેવાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.