અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ અને અનુષ્કા વોટર સ્પોર્ટસ કરી રહ્યા છે. અને બંને ખૂબ ખુશ દેખાય છે. પાણીની લહેરો વચ્ચે ખુશ થયેલી અનુષ્કા વિરાટનો ગાલ ખેંચી રહી છે તે વીડિયો ઘણો વાઇરલ થયો છે. આ વીડિયો અનુષ્કાની ફેન ક્લબે શેર કર્યો છે.
બંને વોટર સ્પોર્ટસ માટે હોડીમાં બેઠેલા છે તેમની સાથે પાછળ કેટલાક લોકો બેઠા છે. જ્યારે અનુષ્કા પાછળ ફરીને જુએ છે ત્યારે ખબર પડે છે કે તેમનો વીડિયો ઉતરી રહ્યો છે. જોકે આ વીડિયો એક વર્ષ જૂનો છે. જ્યારે વિરાટ અને અનુષ્કા સ્વિટઝરલેન્ડ ફરવા ગયા હતા. પરંતુ હાલમાં આ વીડિયો એકદમ જ વાઇરલ થઈ ગયો છે. આ વીડિયો વિરૂષ્કાના ફેન્સને ખૂબ પસંદ આવ્યો છે. અને 12 કલાકમાં આ વીડિયો 18 હજાર કરતાં પણ વધુ વાર જોવાયો છે.