Not Set/ ગ્રાહકે ગુસ્સામાં રેસ્ટોરન્ટના મેનેજરના મોં પર ફેંક્યું ગરમ સૂપ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક અજાણ્યો ગ્રાહક પહેલા રેસ્ટોરન્ટના મેનેજર જેનેલ બ્રોલેન્ડ ને સૂપમાંથી પીગળેલું પ્લાસ્ટિક કાઢતો બતાવે છે અને પછી અચાનક તેના મોં ઉપર સૂપનો બાઉલ નાખીને ભાગી જાય છે.

Videos
મેનેજર જેનેલ બ્રોલેન્ડ ગ્રાહકે ગુસ્સામાં રેસ્ટોરન્ટના મેનેજરના મોં પર ફેંક્યું ગરમ સૂપ,
  • સૂપમાં પીગળેલું પ્લાસ્ટિક મળતાં મહિલા ગુસ્સે થઈ ગઈ.
  • મેનેજરના ચહેરા પર ગરમ સૂપ ફેંકતા તેને વાગ્યું.

છેલ્લા કેટલાક વર્ષોમાં મનુષ્યોની સહનશીલતા ખૂટી ગઈ હોય તેવું લાગે છે. અવાર નવાર જાહેરમાં નાની નાની વાતોમાં છંછેડાઈ જવું અથવા ગુસ્સો કરવો હવે સામાન્ય બાબત બની ગઈ છે. નાની બાબતોમાં પણ લોકો પોતાના મગજ ઉપરનો કાબુ ગુમાવી બેસે છે. ક્યારેક કોઈ મહિલા ટેક્સી ડ્રાઈવર પર ગુસ્સો કરતી અથવા મારામારી કરતી જોવા મળે છે તો કોઈ રેસ્ટોરેન્ટના વેઈટર કે મેનેજર સાથે બાખડતાં જોવા મળે છે.  અમેરિકાના ટેક્સાસમાં એક મેક્સિકન રેસ્ટોરન્ટમાં એક મહિલા ગ્રાહકને સૂપમાં પીગળેલું પ્લાસ્ટિક મળી આવતા તે ગુસ્સે ભરાઈ હતી. અને તેણીએ રેસ્ટોરેન્ટના મેનેજર જેનેલ બ્રોલેન્ડ ના મોં પર ગરમ સૂપ ફેંકી દીધો.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક અજાણ્યો ગ્રાહક પહેલા રેસ્ટોરન્ટના મેનેજર જેનેલ બ્રોલેન્ડને સૂપમાંથી પીગળેલું પ્લાસ્ટિક કાઢતો બતાવે છે અને પછી અચાનક તેના મોં ઉપર સૂપનો બાઉલ નાખીને ભાગી જાય છે.

આ ઘટનામાં રેસ્ટોરન્ટના મેનેજર જેનેલ બ્રોલેન્ડ દાઝી જતા માંડ બચ્યા છે. પરંતુ આ ઘટનાને કારણે તેણે ખૂબ જ આઘાત લાગ્યો હતો. લોકો સોશિયલ મીડિયા પર સૂપ ફેંકનારી મહિલાની ટીકા કરી રહ્યા છે અને તેની સામે ક્રિમિનલ કેસ નોંધવામાં આવી શકે છે. રેસ્ટોરન્ટના મેનેજર જેનેલ બ્રોલેન્ડે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને મહિલાની કારનો ફોટો પણ પોલીસને આપ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ લોકોના શરીરની સાથે તેમના મનને પણ અસર કરી રહ્યું છે. ચેપમાંથી સ્વસ્થ થયા પછી, વાયરસ શારીરિક તેમજ માનસિક સ્થિતિને અસર કરી રહ્યો છે. તેનાથી લોકોના ગુસ્સામાં વધારો થઇ રહ્યો છે. લોકો પોતાની ધીરજ અને સહનશીલતા ગુમાવી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ્ય થયા બાદ ઝડપથી ગુસ્સે થઇ રહ્યા છે. જેના કારણે ઘરોમાં ઝઘડા પણ વધ્યા છે. ઘણી વાર નાની નાની બાબતો પર પણ પરિવારના સભ્યોને બૂમો પાડવા લાગે છે. અઠવ કોઈ ની પણ ઉપર ગુસ્સે થઇ જાય છે.

Technology / વોટ્સએપ પર અજાણ્યા નંબરથી આવે છે ગુડ મોર્નિંગ મેસેજ, તો સાવધાન