Not Set/ જમ્મુ-કાશ્મીર : શોપિયામાં સુરક્ષાબળોના જવાનોએ ૨ આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનોને આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશનમાં વધુ એક સફળતા મળી છે. J & Kના શોપિયા જિલ્લામાં સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલા એનકાઉન્ટરમાં ૨ આતંકીઓને ઠાર કરાયા છે. સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલા એનકાઉન્ટર દક્ષિણી કાશ્મીરના શોપિયા જિલ્લાના રેબન વિસ્તારમાં થયું હતું. મળતી માહિતી મુજબ, ઠાર કરાયેલા આતંકીઓ સામે સેના, […]

Top Stories India Trending
RAJOURI 1 જમ્મુ-કાશ્મીર : શોપિયામાં સુરક્ષાબળોના જવાનોએ ૨ આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનોને આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશનમાં વધુ એક સફળતા મળી છે. J & Kના શોપિયા જિલ્લામાં સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલા એનકાઉન્ટરમાં ૨ આતંકીઓને ઠાર કરાયા છે.

સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલા એનકાઉન્ટર દક્ષિણી કાશ્મીરના શોપિયા જિલ્લાના રેબન વિસ્તારમાં થયું હતું.

મળતી માહિતી મુજબ, ઠાર કરાયેલા આતંકીઓ સામે સેના, SOG અને CRPFની સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.

આ પહેલા સેનાના જવાનોને આ વિસ્તારમાં આતંકીઓ હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે જ જવાનોને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને એમાં સફળતા મળી છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા આતંકીઓ પાસેથી AK-૪૭ રાઈફલ અને એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ કરવામાં આવી છે. જેમાં એક આતંકીનું નામ અલબદર નવાજ અને બીજાનું નામ આદિલ બતાવવામાં આવી રહ્યું છે.

જો કે આ એનકાઉન્ટર દરમિયાન CRPFના એક જવાનના પગમાં ગોળી વાગી હતી અને તેઓ ઈજાગ્રસ્ત થયા છે. ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.