ગોંડલ/ માનવ સેવા એજ પ્રભુ સેવા ના સૂત્ર ને જ જીવન મંત્ર બનાવી અનોખી સેવા આપતા પ્રફુલ રાજ્યગુરુ

વિશ્વાસ ભોજાણી-મંતવ્ય ન્યુઝ ગોંડલ ના સેવાભાવી અનેક સંસ્થાઓ હાલ કોરોના ની મહામારી માં લડી રહ્યા છે અનેક સંસ્થાઓ દ્વારા ઓક્સિજન, એમ્બ્યુલન્સ, કોરોના દર્દીઓ ને ભોજન સહિત ની વ્યવસ્થા કરી રહ્યા છે.. ત્યારે ગોંડલ માનવ સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ દ્વારા ગોંડલ ની સિવિલ હોસ્પિટલમાં 24 કલાક સેવા આપી રહ્યા છે અને કોરોના  […]

Gujarat Others
Untitled 70 માનવ સેવા એજ પ્રભુ સેવા ના સૂત્ર ને જ જીવન મંત્ર બનાવી અનોખી સેવા આપતા પ્રફુલ રાજ્યગુરુ

વિશ્વાસ ભોજાણી-મંતવ્ય ન્યુઝ

ગોંડલ ના સેવાભાવી અનેક સંસ્થાઓ હાલ કોરોના ની મહામારી માં લડી રહ્યા છે અનેક સંસ્થાઓ દ્વારા ઓક્સિજન, એમ્બ્યુલન્સ, કોરોના દર્દીઓ ને ભોજન સહિત ની વ્યવસ્થા કરી રહ્યા છે.. ત્યારે ગોંડલ માનવ સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ દ્વારા ગોંડલ ની સિવિલ હોસ્પિટલમાં 24 કલાક સેવા આપી રહ્યા છે અને કોરોના   સંક્રમિત  ને કોઈ મુશ્કેલી ના પડે તે માટે સતત ખડે પગે માનવ સેવા આપી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષો થી માનવ સેવા નો ભેખ ધારણ કરી અનોખી સેવા આપે છે અનેક બિનવારસી મૃતદેહો ને જાતે કાંધ આપી અંતિમ વિધિ ની સેવા પણ બખૂબી નિભાવે છે હાલ કોરોના કાળ ની બીજી લહેર માં ગોંડલ માં પણ નોંધપાત્ર કેસો જોવા મળી રહ્યા છે તેવા માં સિવિલ ખાતે કોઈ પણ જાત ના સ્વાર્થ વિના માનવ ધર્મ ની ફરજ અદા કરે છે.

પ્રફુલભાઈ હમેશા માનવ સેવા કરવા માટે પ્રફુલ્લિત જ હોઈ છે વળી માનવ સેવા ટ્રસ્ટ ના નામ સાથે કોઈ પણ પ્રકાર ની સેવા માં અગ્રેસર રહે છે છેલ્લા 2 દાયકા થી પણ વધુ સમય થી એમ્બ્યુલન્સ સેવા આપે છે અને બિનવારસી લાશો ને મંજિલે પોહચડે છે.સેવાભાવિ પ્રફુલભાઈ ના ધર્મ પત્ની અનિતાબેન જે ગોંડલ નગર પાલિકા ના સદસ્ય અને ગોંડલ બલશ્રમ માં ચેરમેન તરીકે સેવા આપે છે તે પણ હાલ કોરોના થી બચી શક્ય નથી અને તે પણ કોરોના પોઝિટિવ આવતા તે ઘરે જ સારવાર લઇ રહ્યા છે પરંતુ પ્રફુલભાઈ એ પત્નિ ની પણ ચિંતા ન કરી અને પોતાની સેવા અવિરત ચાલુજ રાખી છે..

હું છેલ્લા ઘણા વરસો થી નિસ્વાર્થ સેવાઓ આપું છું એમાંય ગરીબ કે જરૂરિયાત મંદ લોકો ને મારા થી થતી તમામ મદદ હું કરું છું. કોરોના ની પહેલી લહેર માં પણ હું આજ રીતે સેવા આપી હતી અને આત્યંરે પણ હું 24 કલાક સેવા આપી રહ્યો છું. મારા પત્ની ને કોરોના થયો છે જે ઘરે જ સારવાર લઈ રહ્યા છે . મારા આ કર્યો થી અનેક યુવાનો મારી સાથે જોડાયા છે. મારા પર ભગવાન નો હાથ છે જે મને ક્યાંય નહીં અટકવા  દઈએ.