ભાવનગર/ TB વિભાગના કર્મચારીની પડતર માંગણીની હડતાળ અન્વયે ગરબે રમી કર્યો વિરોધ

લાંબા સમયથી પડતર માંગણીનો લઈને હડતાલ પર ઉતરેલા તે બી કર્મચારીઓએ મિશન ડાયરેકટર અને આદ્યશક્તિની પૂજા કરીને ગરબે રમી વિરોધ કર્યો

Gujarat Others
TB

પડતર માંગણીઓને લઇને અગાઉ સતત રજૂઆતો કરતા રહેલા, અને પડતર માંગણી સબબ સતત સંભિવત આંદોલનની પૂર્વસૂચનાં તમામ ઉચ્ચ કક્ષાએ આપતા રહેલ હોવા છતાં પોતાની પડતર માંગણી સબબ ઉકેલ ન આવવાનાં કારણે તા.૧૯-૦૯-૨૦૨૨ થી ભાવનગર સહિત સમગ્ર ગુજરાતનાં TB વિભાગનાં કરારી કર્મીઓ તમામ પ્રકારની કામગીરી સ્થગીત કરી હડતાલનાં માર્ગે છે.

Untitled 22 8 TB વિભાગના કર્મચારીની પડતર માંગણીની હડતાળ અન્વયે ગરબે રમી કર્યો વિરોધ

દરમિયાન ભક્તિ અને શક્તિ ના પર્વે એટલે કે નવરાત્રી દરમિયાન હડતાળ પર બેસેલા કર્મચારી ઓએ TB મિશન ડાયરેકટર રમ્યા અને માં આદ્યશક્તિના ભોતાની પૂજા કરી ગરબે રમી અનોખો વિરોધ કર્યો છે તેમજ આગામી સમયમાં આચારસંહિતા પૂર્વે યોગ્ય સકારાત્મક નિરાકરણ નહી લાવવામાં આવે તો આચારસંહિતા દરમિયાન પણ પોતાની કામગીરી સ્થગીત સહની હડતાલને શરૂ રાખવામાં આવશે.

Untitled 22 7 TB વિભાગના કર્મચારીની પડતર માંગણીની હડતાળ અન્વયે ગરબે રમી કર્યો વિરોધ

ગુજરાત TB વિભાગીય કર્મચારીઓ દ્વારા પાંચ વર્ષ પહેલાં વિવિધ પ્રશ્ને માંગણી કરવામાં આવી હતી જે સમયંતર રીતે બે વાર હડતાળ પાડવામાં આવી હોવા છતાં ગુજરાત સરકારની આંદોલન નિવારણ સમિતી? જે ગુજરાતનાં એક પણ આંદોલનનો સકારાત્મક ઉકેલ નથી લાવી રહી, ૧૯૯૭ થી TB નાબુદી માટે સતત મહેનતશીલ કર્મીઓની વ્યાજબી પડતર માંગો સબબ નિરાકરણ કેમ નથી લાવવામાં આવી રહયુ?  ત્યારે ભાવનગરના તમામ T B કર્મચારીઓ દ્વારા ગરબે રમી ને વિરોધ કરવકમાં આવ્યો હતો અને પોતાના પડતર પ્રશ્ને વહેલી તકે મિશન ડાયરેકટર રમીયા અને માં આદ્યશક્તિ ને પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો:જામનગરમાં નવરાત્રિને લઈ અનોખું આકર્ષણ, યુવાનો કર્યું એવું કે તે જાણીને..

આ પણ વાંચો:“સચિન પાયલટને રાજસ્થાનના CM બનવા, ભાજપને રાજ્ય સોંપવા બરાબર…”: ટીમ ગેહલોત

આ પણ વાંચો: લતા મંગેશકરના જન્મદિવસ પર પીએમ મોદી અયોધ્યાને આપશે નવી ભેટ