શ્રદ્વાંજલિ/ વડનગરના વેપારીઓ ત્રણ દિવસ બંધ પાળીને હીરાબાને શ્રદ્વાંજલિ આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાનું આજે 100 વર્ષની વયે નિધન થતા વડનગરના નાગરિકોમાં ભારે દુખની લાગણીમાં જોવા મળી રહી છે.

Gujarat
Tribute to Hiraba
  • વડનગર: હીરાબાના નિધનને પગલે શોકમગ્ન
  • વડનગરના નાગરિકોએ દુઃખ વ્યક્ત કર્યું
  • વડનગર સાથે હીરાબાની અનેક યાદો જોડાયેલી
  • હીરાબા નીડર મહિલા તરીકે ઓળખ ધરાવતા
  • વેપારીઓ 3 દિવસ બંધ પાળી આપશે શ્રધાંજલિ

Tribute     વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાનું આજે 100 વર્ષની વયે નિધન થતા વડનગરના નાગરિકોમાં ભારે દુખની લાગણીમાં જોવા મળી રહી છે. વડનગરના વેપારીઓ 3 દિવસ બંધ પાળીને હીરાબાને  શ્રદ્વાંજલિ  આપશે. વડનગરમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.વડનગરમા રહીશોએ શોકની લાગણી વ્યકત કરી છે.

Tribute વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  માતા હીરાબાનું મોડી રાત્રે નિધન થઈ ગયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મંગળવારે સાંજે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલીની સમસ્યા થતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. PM મોદીએ ટ્વીટ કરીને હીરાબાને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું વહેલી સવારે 3.30 વાગ્યે નિધન થયું છે. યુએન મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરના જણાવ્યા મુજબ હીરાબા મોદીનું યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં તારીખ 30 ડિસેમ્બર 2022ના રોજ વહેલી સવારે 3.30 વાગ્યે સારવાર દરમિયાન દેવલોક પામ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં એરપોર્ટ પહોચશે,મુખ્યમંત્રી  હાલ એરપોર્ટ પર તેમને લેવા એપોર્ટ પર પહોચ્યા છે.વડાપ્રધાન મોદીના માતાના હિરાબા પંચમહાભૂતમાં વિલીન થયા છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્નિદાહ આપ્યો હતો. આ અંતિમ ઘડીએ વડાપ્રધાન ભાવુક જોવા મળ્યા હતા

ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ચાર પુત્રોના જન્મદાતા રહેલાં હીરાબેન દામોદર દાસ મોદીનું નામ આજે લોકજીભે ચર્ચામાં રહ્યું છે. વડાપ્રધાન હોવા છતાં મોદી પરિવારે આજદિન સુધી નરેન્દ્ર મોદીના નામનો કોઇ જગ્યાએ ઉપયોગ કર્યો નથી અને નરેન્દ્રભાઇ ઉપરાંત સોમાભાઇ – પ્રહલાદભાઇ અને સૌથી નાના પંકજ મોદીના માતાના આશિર્વાદ સતત ચારેય ભાઇઓ સાથે આજે પણ રહ્યા છે.

એક નાના પરિવારમાં ઉછરેલાં આજે સમગ્ર દેશની શાસનધૂરા સંભાળી રહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિવારના શતાયુ વર્ષમાં પ્રવેશી ચૂકેલાં હીરા બાની કુંખે નરેન્દ્ર સહિત ચાર પુત્રો રત્ન તરીકે જન્મ્યા હતા. મોદી પરિવારમાં પિતા દામોદરદાસ અને માતા હીરા બાની કૂંખે જન્મેલા ચાર રત્નોમાં સૌથી મોટા સોમાભાઇ , બીજા ક્રમે પ્રહલાદભાઇ , ત્રીજા ક્રમે નરેદ્રભાઇ અને ચોથા ક્રમે પંકજભાઇનો સમાવેશ થાય છે. ચાર રત્નપુત્ર આજે પણ રતન સમાન પુરવાર થયા છે. માતા હીરા બાનું જતન પંકજ મોદી તેમના ગાંધીનગર સ્થિત વૃંદાવન નિવાસસ્થાને સુપેરે કરવામાં આવ્યું…આ સિવાય અન્ય ત્રણ રત્નો પણ માતાની વારંવાર તેમજ ખાસ કરીને માતાના જન્મદિન તેમજ પુત્રોના જન્મદિને પણ મુલાકાત લેતા રહેતાં હતા.