સુરેન્દ્રનગર/ લીંબડી રોડ પર ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી જતાં બાળક સહિત ત્રણનાં મોત

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી રાણપુર રોડ ઉપર આવેલા વેજલકા ગામ નજીક બોલેરો પીકપ કાર પલટી ખાઇ જવા પામી છે જેને લઇને ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત નિપજ્યા પામ્યા છે

Gujarat Others
પિકઅપ વાન
  • અકસ્માતે લીધા ત્રણ લોકોનાં ભોગ
  • પીકઅપ વાન પલ્ટી મારતા થયો અકસ્માત
  • બે વ્યક્તિઓને ગંભીર ઇજા
  • ચુડા પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી રાણપુર રોડ પર અકસ્માત સર્જાયો હતો, પિકઅપ વાન પલ્ટી મારતા ત્રણ વ્યક્તિના મોત થયાં હતાં અને અન્ય બે ને ગંભીર ઇજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનામાં વેજલકા નજીક પીકઅપ વાને પલટી મારી જતી, જેના કારણે ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા અને બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. સમગ્ર મામલે ચુડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી રાણપુર રોડ ઉપર આવેલા વેજલકા ગામ નજીક બોલેરો પિકઅપ વાન પલટી ખાઇ જવા પામી છે જેને લઇને ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત નિપજ્યા પામ્યા છે જેમાં ઘટનાસ્થળે જ પુરુષો અને એક નાના બાળકનું મોત નિપજવા પામ્યું છે. મળતી વિગત અનુસાર લીંબડી થી રાણપુર સ્ટેશનરી ભરી અને બોલેરો પિકઅપ વાનમાં વહેલી સવારે જઇ રહ્યા હતા તે સમયે અચાનક ડ્રાઈવર દ્વારા સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા બોલેરો પિકઅપ વાન પલટી ખાઇ બાજુમાં આવેલી ખાડમાં પડી હતી.જેને લઇને કારમાં સવાર છ પૈકી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યું છે અને બે લોકોને ગંભીર ઈજાઓ થતા ચુડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક સર્જાયેલી આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ચૂડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ત્રણેય મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ચૂડા સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:લાલચમાં આવી દુબઇ જતાં લોકો માટે ચેતવણી, શારજહાંમાં ફસાયા 6 ગુજરાતીઓએ માંગી મદદ

આ પણ વાંચો:2017ના ‘આઝાદી કૂચ’ કેસમાં જીગ્નેશ મેવાણીને મળ્યા જામીન….પણ ગુજરાતની…. 

આ પણ વાંચો:માથું ધડથી અલગ, અડધી બળેલી લાશો… ગાંધીનગરમાં બે મૃતદેહ મળી આવતા ખળભળાટ