- વડોદરા અને આણંદના યુવકો ફસાયા
- દુબઇના શારજહાંમાં ફસાયા 6 ગુજરાતીઓ
- રોજગાર મેળવવા દુબઇ ગયા હતા યુવાનો
- યુવકો અને મહિલાનું થઈ રહ્યું છે શોષણ
દુબઇના શાહજહાંમાં 6 ગુજરાતીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી છે. શાહજહાંમાં વડોદરા અને આણંદના યુવકો ફસાયા છે.. તો આ યુવાનો એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઇ ગયા હતા. દુબઇમાં 5 યુવકો અને એક મહિલાનું શોષણ થઈ રહ્યું છે.. નોકરી અપાવવાના બહાને એજન્ટોએ લાખો રૂપિયા પણ પડાવ્યા છે.
રોજગારીના સપના લઈને દુબઈ ગયેલા 5 યુવકો અને એક મહિલાનું શોષણ થઇ રહ્યું હોવાના આરોપ લાગ્યા છે. તો બીજી તરફ નોકરી અપાવવાના બહાને એજન્ટોએ તેમની પાસેથી લાખો રૂપિયા લીધા હોવાની વાત સામે આવી છે. ખંભાતના જલસણ તેમજ પેટલાદના વ્યક્તિઓએ 5 યુવક અને એક મહિલાને દુબઇ મોકલ્યા હતા. હાલ પાંચેય યુવક અને એક મહિલાની દયનિય સ્થિતિ હોવાની વાત સામે આવી છે. દુબઇમાં ફસાયેલ યુવકો તેમજ યુવતીએ ભારત સરકાર પાસે મદદ માગી છે. વિડીયો રેકોર્ડિંગ કરી આજીજી કરી મદદ માગી છે અને એજન્ટ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે.
યુવકે એજન્ટ સાથેની વાતચીતનો પણ વીડિયો વાયરલ કર્યો છે. જેમાં એજન્ટ કહી રહ્યો છે કે, તારે કેસ કરવો હોય તો કરી શકે છે. આ વિશે સ્થાનિક ધારાસભ્ય મયુર રાવલે કહ્યુ કે, આવી રીતે અનેક લોકો બોગસ એજન્ટના માધ્યમથી દૂબઈમાં ફસાયા છે. હુ આ મામલે આણંદ કલેક્ટરનો સંપર્ક કરીશ, ફસાયેલા લોકોને પરત લાવવા હું મદદ કરીશું. લોકોના ફસાવનારા એજન્ટો કેટલા છે તે યાદી મેળવીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરીશ.
આ પણ વાંચો:શું ભારતીય કાયદો આત્મવિવાહ કરવાની આપે છે મંજૂરી? ક્ષમાના લગ્ન પર ઉઠ્યા સવાલ
આ પણ વાંચો:ટાર્ગેટ કિલિંગ વચ્ચે 177 કાશ્મીરી પંડિત શિક્ષકોની બદલી
આ પણ વાંચો:માથું ધડથી અલગ, અડધી બળેલી લાશો… ગાંધીનગરમાં બે મૃતદેહ મળી આવતા ખળભળાટ
