Not Set/ મેયરની હત્યા બાદ આખા શહેરની પોલીસની કરવામાં આવી ધરપકડ

મેક્સિકો, મેક્સિકોના ઓકામ્પો શહેરના પોલીસ ડીપાર્ટમેન્ટના બધા 28 સદસ્યોને મેયર પદના ઉમેદવારની હત્યા બાદ હિરાસતમાં લઇ લેવામાં આવ્યા છે. મીચોઆકાનના એટર્ની જનરલ કાર્યાલયે સોમવારે કહ્યું કે નગરપાલિકા પોલીસને આ સંગઠિત અપરાધમાં સંદેહના આધાર પર હિરાસતમાં લઇ લેવામાં આવ્યા છે. 64 વર્ષના રાજનેતા ફર્નાન્ડો એંજેલસ જુઆરેઝની એક અજ્ઞાત બંદુકધારીએ મંગળવારે એમના ઘરની બહાર ગોળી મારીને હત્યા […]

Top Stories World
5 102187713 8a06ad65 4353 4899 9077 2974cef023a1 062618034059 1 મેયરની હત્યા બાદ આખા શહેરની પોલીસની કરવામાં આવી ધરપકડ

મેક્સિકો,

મેક્સિકોના ઓકામ્પો શહેરના પોલીસ ડીપાર્ટમેન્ટના બધા 28 સદસ્યોને મેયર પદના ઉમેદવારની હત્યા બાદ હિરાસતમાં લઇ લેવામાં આવ્યા છે.

42840187 303 062618034059 મેયરની હત્યા બાદ આખા શહેરની પોલીસની કરવામાં આવી ધરપકડ

મીચોઆકાનના એટર્ની જનરલ કાર્યાલયે સોમવારે કહ્યું કે નગરપાલિકા પોલીસને આ સંગઠિત અપરાધમાં સંદેહના આધાર પર હિરાસતમાં લઇ લેવામાં આવ્યા છે.

oka 062618034059 મેયરની હત્યા બાદ આખા શહેરની પોલીસની કરવામાં આવી ધરપકડ

64 વર્ષના રાજનેતા ફર્નાન્ડો એંજેલસ જુઆરેઝની એક અજ્ઞાત બંદુકધારીએ મંગળવારે એમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી હતી.

જણાવી દઈએ કે મેક્સિકો હાલમાં હિંસાના સમયમાંથી પસાર થઇ રહ્યું છે. 1 જુલાઈ થી મેક્સિકોમાં ચુંટણી થવાની છે. આ પહેલા અહી 100થી વધારે નેતાઓની હત્યા થઇ ચુકી છે. મીચોઆકાન રાજ્યમાં આ ત્રીજી હત્યા છે.

mex 062618034059 1 મેયરની હત્યા બાદ આખા શહેરની પોલીસની કરવામાં આવી ધરપકડ

હત્યા બાદ ફેડરલ પોલીસે રવિવારે શહેરના 27 પોલીસ અધિકારીઓ અને સાર્વજનિક સુરક્ષાના સ્થાનિક સચિવોની ધરપકડ કરી લીધી છે.

આપને જણાવી દઈએ કે એંજેલસ એક સફળ વ્યાપારી હતા. તેઓ રાજનીતિમાં પણ રૂચી રાખતા હતા. પહેલા તેઓ અપક્ષ ઉમેદવારી કરવાના હતા પરંતુ ત્યારબાદ તેઓ મેક્સિકોની મોટી રાજનૈતિક પાર્ટી ડેમોક્રેટ રીવોલ્યુશનમાં જોડાયા હતા.

unnamed 062618034059 1 મેયરની હત્યા બાદ આખા શહેરની પોલીસની કરવામાં આવી ધરપકડ

ધરપકડ કરાયેલા આરોપીઓમાં પોલીસ ચીફ પણ શામેલ છે. તપાસ અધિકારીઓએ બધા 28 આરોપીઓના મોબાઈલ જપ્ત કરી લીધા છે. એક રીપોર્ટ મુજબ પોલીસ કર્મીઓને હાથકડી લગાવીને પૂછપરછ માટે મેક્સિકોની રાજધાની લઇ જવામાં આવ્યા હતા.

સુરક્ષા સચિવ અને એમની પોલીસ પર રાજ્યની અપરાધિક કાર્ટેલ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આવતા અઠવાડીયે મેક્સિકોમાં રાષ્ટ્રપતિ, સાંસદ અને મેયર માટેની ચુંટણી થવાની છે.