Not Set/ સલમાનની એનજીઓને મુંબઇ કોર્પોરેશને બ્લેકલીસ્ટ કરી દીધી, જાણો કેમ?

મુંબઇ બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાને ૨૦૧૬માં જાહેરાત કરી હતી કે તે તેની એનજીઓ Being Human બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન(બીએમસી) સાથે મળીને ડાયાલિસિસ સેન્ટર બનાવશે. આ જાહેરાતના કારણે સલમાનના એનજીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જાહેરાત કર્યા પછી પણ સલમાના એનજીઓએ કોર્પોરેશનમાં ડાયાલિસિસ સેન્ટરનું કામ પૂરું કર્યું નથી. બીએમસીમાં સમયસર ડાયાલિસિસ સેન્ટર નહીં બની શકવાને કારણે સલમાનની Being […]

Entertainment

મુંબઇ

બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાને ૨૦૧૬માં જાહેરાત કરી હતી કે તે તેની એનજીઓ Being Human બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન(બીએમસી) સાથે મળીને ડાયાલિસિસ સેન્ટર બનાવશે. આ જાહેરાતના કારણે સલમાનના એનજીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જાહેરાત કર્યા પછી પણ સલમાના એનજીઓએ કોર્પોરેશનમાં ડાયાલિસિસ સેન્ટરનું કામ પૂરું કર્યું નથી.

બીએમસીમાં સમયસર ડાયાલિસિસ સેન્ટર નહીં બની શકવાને કારણે સલમાનની Being Human સંસ્થાને બ્લેકલીસ્ટ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ Being Humanને ૨૦૧૬માં આપેલ ડાયાલિસિસ સેન્ટર બનાવવાનું વચન પૂરું ન કરતા એડીશનલ મ્યુનિસિપલ કમિશનરે એજઝ કુંદે સંસ્થાને બ્લેક લીસ્ટ કરી હતી.

મહત્વનું છે કે, સલમાન ખાનના એનજીઓએ સાવ સસ્તા એટલે માત્ર 339.50 રૂપિયાની ડાયાલિસિસ સર્વિસ લોકો સુધી પહોચાડવાની જાહેરાત કરી હતી. જેમાં BMCએ PPP(પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ)મુજબ 12 ડાયાલિસિસ સેન્ટરો ખોલવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશને Being Humanને પહેલાંથી જ બ્લેક લીસ્ટ કરવાની ચેતવણી આપી હતી. BMCના અધિકારીએ જણાવ્યું હતું કે, આ એનજીઓને બેંક થી લઈને બધી જ મંજુરી આપવામાં આવી હતી. પરંતુ આ મંજુરી મળ્યા પછી પણ ડાયાલિસિસ સેન્ટર કામ શરૂ કરવામાં નથી આવ્યું.

બીજી તરફ Being Human તરફથી મળેલ નિવેદનમાં જણાવ્યું કે, આ સેન્ટર ઉભું કરવા માટે જે  જરૂરિયાતો જોઇએ તે ઉભી કરવામાં સિવિક બોડી નિષ્ફળ રહી છે.