મુંબઈ,
ફિલ્મ લવરાત્રિનું ફસ્ટ પોસ્ટર સામે આવી ગયું છે. સાથે સાથે આ ફિલ્મની રીલીઝ ડેટ સામે આવી ગઈ છે. લવરાત્રિ ફિલ્મનું પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં ટુક સમયમાં સલમાન ખાન લોંચ કરી રહ્યાં છે. સલમાન ખાને લવરાત્રિ ફિલ્મની હિરોઈન વારિન હુસૈનને લઈને ખુબ મોટો અને રસપ્રદ ખુલાસો કર્યો હતો. આ ફિલ્મ માટે આયુષ અને વારિનાએ ગરબાના સ્પેશિયલ ક્લાસ પણ કરી રહ્યા છે.
આ ફિલ્મનું ફસ્ટ પોસ્ટર સલમાન ખાને ફિલ્મ્સના ટ્વિટર હેંડલ પર લવરાત્રિનું પોસ્ટર રીલીઝ કર્યું હતું. આ રોમેન્ટિક ફિલ્મનું પોસ્ટર સલમાન ખાને વેલેન્ટાઈનના દિવસે તેના ફ્રેન્સને ગીફ્ટ તરીકે શેર કર્યું હતું. અને સાથે લખ્યું હતું કે આ ‘વેલેન્ટાઈન ડે પર બધાને લવરાત્રિ’.
મહત્વનું છે કે આ ફિલ્મ એક ગુજરાતી લવ સ્ટોરી પર છે. જે ગુજરાતમાં જ બનાવવામાં આવી છે. અને આ એક રોમેન્ટિક ફિલ્મ છે. લવરાત્રિ ફિલ્મનું નિર્દેશન અભિરાજ મિનાવાલા કરી રહ્યાં છે. અભિરાજ મિનાવાલા ફિલ્મ ટાઈગર જીંદા હૈ ના નિર્દેશન અલી અબ્બાઝ જફરના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહી ચૂક્યા છે.