Surat News : ગાંજા કેસમાં સંડોવાયેલી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલ પાંચ દિવસ પહેલા આપમાં જોડાતા વિવાદ શરૂ થયો છે. બિયરનો ગ્લાસ ભરતો અને ઈ-સિગારેટ પીતો હની પટેલનો એક વીડિયો વાઈરલ થયો છે. આથી હવે હની પટેલે સામે આવી ભાજપ નેતા અને પોતાના પતિ પર ગંભીર આક્ષેપ કર્યા છે.
હની પટેલે દાવો કર્યો છે કે -સિગારેટનો વીડિયો દુબઈનો છે અને તેને ફક્ત બિયરનો ગ્લાસ ભર્યો હતો પીધી ન હોવાનો બચાવ કર્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવી રહ્યા છે તે પોતાનો ભૂતકાળ હોવાનું કહી રહી છે. સાથે તેના પર હાઈબ્રીડ ગાંજાનો જે કેસ કરવામાં આવ્યો છે તેને લઈને પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.હની પટેલે જણાવ્યું હતું કે,થોડાક દિવસ પહેલા હું આપ પાર્ટી સાથે જોડાણી છું. હવે સોશિયલ મીડિયા ઉપર અત્યારે મારા હાઈબ્રિડ ગાંજા ને લઈને, બિયરનો ગ્લાસ ભરતો હોય એવો વીડિયો, ઇલેક્ટ્રિક વેપ વાળા વીડિયો, આ બધા વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે તો એ મારું ભૂતકાળ છે.
જે તમે એમ ક્યો છો કે દારૂ પાર્ટી, ગાંજો પીવે છે, દારૂ પીવે છે, તો એ વીડિયો તમે નિરખીને જોઈ લેજો. હું ખાલી બિયરનો ગ્લાસ ભરું છું, પીતી નથી. અને બીજી વસ્તુ જે સ્મોકિંગ વાળા વીડિયો છે એ ઇલેક્ટ્રિક વેપ છે, જે નિકોટિન ફ્રી, આલ્કોહોલ ફ્રી છે, જેમાં કોઈ જાતનો નશો નથી. એ ઇલેક્ટ્રિક વેપ આપણા ગુજરાતમાં અત્યારે બેન છે. એ વીડિયો મારા આઉટ ઓફ કન્ટ્રી, એટલે કે દુબઈના છે. બિયર વાળો ગ્લાસ છે એ હું ભરું છું. મારા હસબન્ડ તુષાર ગજેરાએ આ બધા જ વીડિયો વાઈરલ કરેલા છે. મારી સાથે કયા લોકો હતા? હવે એ વીડિયો કોણે ઉતાર્યો,તો મારી સાથે મારો હસબન્ડ જ હતો અને એના મિત્રો સાથી પણ હતા.
વાત રહી હવે ગાંજો વેચવાની તો હાઈબ્રિડ ગાંજો મારી પાસેથી પકડાયો છે. તો પહેલા તમે લોકોએ જાણ્યું કે કેવી રીતના પકડાયો છે? એ મારો કેસ ચાલે છે.ન્યાયતંત્ર મને ફેંસલો ન આપે અને તમેન એના કતા ઊંચા સ્થાન પર હોવ અને નક્કી કરવા વાળા હોવ કે હું એ ગાંજો લાવી છું તો તમે બધા એવું રાખો મને કોઈ કોઈ વાંધો નથી. એ ગાંજામાં મને ફસાવનાર પ્રદીપ ભાખર, બગસરા ભાજપમાં તાલુકા પ્રમુખ છે.હની પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મારી સાથે મારા હસબન્ડ તુષારભાઈ ગજેરા પણ આમાં સાથે હતા.
બંગ્કોકથી પરત ફરતી સમયે જ્યારે હું અમદાવાદ એરપોર્ટ પર પકડાઈ ત્યારે મારા હસબન્ડ પણ મારી સાથે હતા. જે મારી ચાર્જશીટ, મારું જે સ્ટેટમેન્ટ લેવાયુ છે, પંચનામું જેને આપણે કહીએ એ લેવાયુ છે, એમાં મારી સિગ્નેચર નીચે મારા પતિની પણ સિગ્નેચર છે. તો મને જેલમાં નાખી મારી ઉપર કેસ બનાવી દીધો, તો કોઈ જાતનો કેસ મારા પતિ ઉપર કેમ ન બન્યો? સિગ્નેચર તો એની હતી, મારી સાથે એ હતા ગાંજો લાવવામાં. આ બધું એરપોર્ટ ઉપર સેટલમેન્ટ પ્રદીપ ભાખરનું.
આ બધી વસ્તુ કરાવનારો પ્રદીપ ભાખર. એ બેંગકોક અમારી સાથે આવ્યો. આખું પ્લાનીંગ તેને જ કર્યું છે. બહુ સારું મગજ વાપર્યું છે. આપણે એમાં નથી પાડતા. એક આખી એવી એણે બેગ તૈયાર કરી. મારા બેગ મારા નામે ન કરવા દીધા ને મારા પતિએ ગાંજાનું બેગ મારા નામે કરી નાખ્યું.એરપોર્ટ ઉપર બધું જ સેટલમેન્ટ થઈ ગયું. કોઈ જાતના રિમાન્ડ નહીં. ચલો હું હાઇબ્રિડ ગાંજો લાવું છું.
19 કિલો 728 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મારી બેગમાંથી નીકળે છે, તો મને રિમાન્ડ તો થવા જોઈએ ને? મારા રિમાન્ડ થાય, મારી પૂછપરછ પછી મારી ઉપર કેસ બને ને પછી મને જેલમાં નાખવામાં આવે. પણ મને એરપોર્ટ ઉપર આ કેસમાં ખાલી 24 કલાક બેસાડી, સીધી મને કોર્ટમાં લઈ ગયા બાદ કોર્ટમાંથી સીધી મને સાબરમતી જેલમાં લઈ ગયા. કોઈ જાતના રિમાન્ડ નહીં, કોઈ જાતની પૂછપરછ નહીં. એટલે આ એક પોલિટિક્સ કહેવાય ને? ભાજપનું રાજકારણ, ભાજપની સત્તા, પ્રદીપ ભાખર ભાજપનો માણસ, એ ધારે તો બધું કરી શકે. એના રાજમાં હું જામીન ઉપર અત્યારે બહાર છું.
બધા કહે છે, કમેન્ટ્સ આવે છે બધાના, વીડિયો હું જોઉં છું કે, હાઇબ્રિડ ગાંજો લાવ્યા છે બેન તો કેસ કેમ નથી થયો? કેમ જામીન ઉપર છૂટી ગયા? આ બધા સવાલ તમે એને પૂછવા જાવ.પ્રદીપ ભાખર પર આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે જેલમાં હતી ત્યારે તું મને બીજા અઠવાડીએ મળવા આવ્યો તો મારા ફેમિલી સાથે મારા પતિ સાથે. ત્યારે તું મારા ફેમિલીને કૌશિકભાઈ વેકરિયા જે અત્યારે કાયદા મંત્રી બન્યા છે એને તું ગાંધીનગર એના બંગલા ઉપર મળવા પણ લઈ ગયો તો અમારા ફેમિલીને. તારે આ બધું તું સાચો છો તો કરવાની ક્યાં જરૂર છે? કે જામીન માટે મને 2,00,000 આપેલા છે.
તું સાચો છો તો તું એવી કઈ દેશસેવા કે સમાજસેવા કરવા બેઠો નથી કે તું મને 2,00,000 દેવાનો છો. મારા ભૂતકાળ અત્યારે તમે બધા ખોલો છો. હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ, એક સિસ્ટમ સાથે જોડાઈ તો તમે મારા બધા ભૂતકાળ ખોલો છો. ઈ મારું ભૂતકાળ હતું. પબ્લિક જાણે છે.સોશિયલ મીડિયામાં બધા જાણે છે. હું એક ઈન્ફ્લુએન્સર છું, હું એક મોડેલ છું. મારી લાઇફસ્ટાઇલ એ ટાઇમ ઉપર અલગ હતી. એ મારો ભૂતકાળ છે.
મારા ભૂતકાળને અત્યારે મારા વર્તમાન સાથે અને ભવિષ્ય સાથે ન સરખાવી શકો તમે કોઈ. અને હજી કહું છું એ વસ્તુ સાબિત નથી થાતી કે હું દારૂ પીવું છું કે હું ગાંજો વેચું છું. મારા બ્લડ રિપોર્ટ ટેસ્ટ કરાવી લો, એટલી જ બધી કોઈને સફાઈ જોતી હોય તો. હું દારૂ પીતી હોય એવા કઈ મારા વ્યસન હશે તો બધું એમાં આવી જશે. આ થઈ ગયા મારા ભૂતકાળની વાત.
આ પણ વાંચો:રાજકોટમાં કોળી સમાજના સંત ઋષિભારતી બાપુનું વિવાદિત નિવેદન
આ પણ વાંચો:ઋષિ ભારતી આશ્રમ વિવાદમાં નવો વળાંક
