Question raised/ અડધો દેશ મરી રહ્યો છે ત્યારે નવા સંસદ ભવન નિર્માણ કેમ ? કમલ હાસનનો સવાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડના ખર્ચે નિર્માણાધિન નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન કર્યું છે. નવા સંસદ ભવનના નિર્માણને લઈને વિવિધ રાજકીય પાર્ટીઓ સતત કેન્દ્ર સરકારની ટીકા કરી રહી છે

Top Stories India Politics
hasan

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડના ખર્ચે નિર્માણાધિન નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન કર્યું છે. નવા સંસદ ભવનના નિર્માણને લઈને વિવિધ રાજકીય પાર્ટીઓ સતત કેન્દ્ર સરકારની ટીકા કરી રહી છે. કેટલાક વિપક્ષી રાજનેતાઓએ ભૂમિપૂજન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. હવે જાણીતા ફિલ્મ અભિનેતા કમલ હાસને સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, અડધો દેશ ભુખ્યો છે, કોરોનાના કારણે લોકો મરી રહ્યાં છે, તો નવું સંસદ ભવન કેમ?

Farmers Protest / ખેડૂત આંદોલનનાં 19માં દિવસે ગુજરાતનાં તાત સહિત કેજરીવાલ પણ ક…

કમલ હાસન એક એવા અભિનેતા છે કે જેઓ અભિનય જેઓ રાજકારણમાં પણ સક્રિય છે. તમિલનાડુમાં 2021 વિધાનસભા ચૂંટણી માટે તેમણે પોતાની રાજકીય પાર્ટી “મક્કલ નીધિ મય્યમ” માટે ચૂંટણી અભિયાન પણ શરૂ કરી દીધું છે. ત્યારે જ કમલે સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે, જ્યારે કોરોનાના કારણે ભારતની અર્થ વ્યવસ્થા સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, તો આટલો જંગી ખર્ચ કરવાની શું જરૂર હતી?

Haryana Health Minister / કોવિક્સીનનું ટ્રાયલ મેળવનાર હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલવી…

કમલ હાસને ટ્વીટ કરતાં કહ્યું છે કે, “જ્યારે અડધો ભારત દેશ ભુખ્યો છે, કોરોનાના કારણે લોકો મરી રહ્યાં છે, તો નવું સંસદ ભવન કેમ? જ્યારે ચીનની પ્રખ્યાત દીવાલનું નિર્માણ થઈ રહ્યું હતુ, ત્યારે હજારો લોકો મોતને ભેટ્યાં હતાં, ત્યારે શાસકે કહ્યું કે, તેનું નિર્માણ લોકોની સુરક્ષા માટે થઈ રહ્યું છે. આદરણીય પ્રધાનમંત્રીજી જવાબ આપો કે કોઈ સુરક્ષા માટે 1000 કરોડ રૂપિયા નવી સંસદના નિર્માણ પાછળ ખર્ચાઈ રહ્યાં છે?” કમલ હાસનનું ટ્વીટ ભારે ચર્ચામાં રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…