Not Set/ બનાસકાંઠા: અલ્પેશ ઠાકોર પર ભાજપ પાસેથી 90 કરોડની સોપારી લીધાનો ગંભીર આરોપ

કોંગ્રેસ સાથે છેડો ફાડનારા અલ્પેશ ઠાકોરનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે અલ્પેશ ઠાકોરને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે.બનાસકાંઠાના પાલનપુરના લાખણી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંત ઠાકોરે અલ્પેશ ઠાકોર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી 90 કરોડની સોપારી લીધી છે તેવો આક્ષેપ બળવંત ઠાકોરે કર્યો છે.. બળવંત ઠાકોરનું કહેવું છે કે, […]

Top Stories Gujarat Others Videos
re 8 બનાસકાંઠા: અલ્પેશ ઠાકોર પર ભાજપ પાસેથી 90 કરોડની સોપારી લીધાનો ગંભીર આરોપ

કોંગ્રેસ સાથે છેડો ફાડનારા અલ્પેશ ઠાકોરનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે અલ્પેશ ઠાકોરને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે.બનાસકાંઠાના પાલનપુરના લાખણી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંત ઠાકોરે અલ્પેશ ઠાકોર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી 90 કરોડની સોપારી લીધી છે તેવો આક્ષેપ બળવંત ઠાકોરે કર્યો છે..

બળવંત ઠાકોરનું કહેવું છે કે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં કોંગ્રેસ ના જીતે એ જવાબદારી અલ્પેશ ઠાકોરે લીધી છે.. કોંગ્રેસને પાંચ સીટો હરાવવા માટે અલ્પેશ ઠાકોરે જવાબદારી લીધી છે અને જવાબદારી પેટે 90 કરોડની સોપારી લીધી હોવાનો ગંભીર આરોપ કરાયો છે. અલ્પેશ ઠાકોરે દિયોદરમાં કોંગ્રેસમાં સોદાબાજી થઇ રહી હોવાનું નિવેદન આપ્યા બાદ બળવંત ઠાકોરે અલ્પેશ પર આરોપ લગાવીને પલટવાર કર્યો છે.

ઉલ્લેખનીય છેકે અલ્પેશ ઠાકોરને લઈને ઠાકોર સમાજના બે ફાટા પડ્યા છે. કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ ઠાકોર સમાજનો કેટલોક હિસ્સો હજુ પણ અલ્પેશનું સમર્થન કરી રહ્યા છે જ્યારે ઘણા એવા ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ છે જેઓ અલ્પેશનો વિરોધ કરીને તેણે સમાજ સાથે દગો કર્યો છે તેવું કહી રહ્યા છે.