Not Set/ મોદી સરકાર દ્વારા ખાનગી નોકરીઓ બદલાશે સરકારી નોકરીઓમાં, ગુજરાત રાજ્ય સૌથી પહેલા લાભાર્થી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સરકારી નોકરી માટે બનાવેલા નવા નિયમોની સ્વીકૃતિ કરતું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની શકે છે. ગુજરાત સરકાર દ્વારા આ નિયમોને લાગુ કરવાની બાબતો પર કામ થઇ રહ્યું છે. આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી સરકારની નોટિફિકેશન અનુસાર પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓને પણ સરકારી અધિકારી બનાવી શકાશે. આ સરકારી અધિકારીની પોસ્ટ […]

Top Stories Gujarat India
vijayrupani kVhC મોદી સરકાર દ્વારા ખાનગી નોકરીઓ બદલાશે સરકારી નોકરીઓમાં, ગુજરાત રાજ્ય સૌથી પહેલા લાભાર્થી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સરકારી નોકરી માટે બનાવેલા નવા નિયમોની સ્વીકૃતિ કરતું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની શકે છે. ગુજરાત સરકાર દ્વારા આ નિયમોને લાગુ કરવાની બાબતો પર કામ થઇ રહ્યું છે. આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી સરકારની નોટિફિકેશન અનુસાર પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓને પણ સરકારી અધિકારી બનાવી શકાશે. આ સરકારી અધિકારીની પોસ્ટ સિનિયર જોઈન્ટ એકેટરી લેવલનું પદ મળી શકશે.

ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગેની તૈયારીઓ શરુ કરી દીધી છે, જે અંતર્ગત તેમણે સરકારી ટેકાઓ માટે પણ ચકાસણીના આદેશ આપી દીધા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,

મોદી સરકાર દ્વારા ખાનગી નોકરીઓ બદલાશે સરકારી નોકરીઓમાં, ગુજરાત રાજ્ય સૌથી પહેલા લાભાર્થી“ભારત સરકારનું આ કાર્ય ખરેખર પ્રશંશનીય છે. પ્રાઇવેટ નોકરીઓ કરતા કર્મચારીઓને સરકારી નોકરીઓ આપવાના આ પ્રશંશનીય કાર્યને અમે આવકારીએ છીએ અને તેનો અભ્યાસ કરી કઈ દિશામાં લાગુ કરી શકાય તે પર ધ્યાન આપીશું.”

પીએમઓ રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે 10 વિભાગોમાં જોઈન્ટ સેક્રેટરી પદો માટે વાત કરી દીધી છે. જે અંતર્ગત હાલ કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જયારે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેઇનિંગ દ્વારા જાણ કરાયેલી માહિતીઓ અનુસાર આ અંતર્ગત મંત્રાલયોમાં ત્રણ વર્ષ માટે જોઈન્ટ સિક્રેટરી પદ માટે નિમણુંક કરવામાં આવશે.

જો કામગીરી સારી જણાય તો આ સમયગાળો વધારીને પાંચ વર્ષ સુધી પણ વધારી શકાશે. આ પદ માટે લઘુતમ ઉંમર 40 રાખવામાં આવી છે, જયારે મહત્તમ ઉંમર વિષે કોઈ માહિતીઓ દર્શાવવામાં આવી નથી. પગાર ધોરણ કેન્દ્ર સરકાર અંતર્ગત અપાશે જયારે અન્ય સુવિધાઓ પણ તે પ્રમાણે આપવામાં આવશે.