RBI Repo Rate Hike/ RBIએ સતત ચોથી વખત રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો,લોન થશે મોંઘી

આરબીઆઈના આ નિર્ણય બાદ હોમ લોનથી લઈને કાર લોન અને એજ્યુકેશન લોન મોંઘી થવાની ખાતરી છે. બીજી તરફ, જેમણે પહેલેથી જ હોમ લોન લીધી છે,

Top Stories India
9 35 RBIએ સતત ચોથી વખત રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો,લોન થશે મોંઘી

તહેવારોની સિઝનમાં તમારી EMI વધુ મોંઘી થઈ ગઈ છે. RBIએ સતત ચોથી વખત રેપો રેટ વધારવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈએ રેપો રેટ 5.40 ટકાથી વધારીને 5.90 ટકા કર્યો છે, રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. RBI મોનેટરી પોલિસીની બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી છે. એટલે કે હવે પાંચ મહિનામાં 1.90 ટકાનો વધારો થયો છે.

EMI મોંઘી થશે
આરબીઆઈના આ નિર્ણય બાદ હોમ લોનથી લઈને કાર લોન અને એજ્યુકેશન લોન મોંઘી થવાની ખાતરી છે. બીજી તરફ, જેમણે પહેલેથી જ હોમ લોન લીધી છે, તેમની EMI વધુ મોંઘી થશે. RBI ગવર્નરે મોનેટરી પોલિસી કમિટીની બેઠકના ત્રણ દિવસ બાદ રેપો રેટ વધારવાનો નિર્ણય લીધો છે.

મોંઘવારી વધવાના કારણે લેવાયો નિર્ણય
મોનેટરી પોલિસી કમિટીની બેઠક 28 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. ઓગસ્ટ મહિનામાં રિટેલ મોંઘવારી દર 7 ટકા રહ્યો છે. જેના કારણે મોંઘવારી રોકવા માટે આરબીઆઈએ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

ચોથી વખત દેવું મોંઘું થયું
નાણાકીય વર્ષ 2022-23માં, RBIએ મોંઘવારી વધ્યા બાદ સતત ચોથી વખત રેપો રેટ વધારવાનો નિર્ણય કર્યો છે. 4 મેના રોજ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.40 ટકા કરવામાં આવ્યો હતો, ત્યારબાદ 8 જૂને તેમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ઓગસ્ટમાં રેપો રેટમાં ફરી 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. અને 30 સપ્ટેમ્બર, 2022ના રોજ રેપો રેટમાં ફરીથી 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. RBIના આ નિર્ણય બાદ રેપો રેટમાં 1.90 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. RBIના તાજેતરના નિર્ણય બાદ ખાનગીથી લઈને સરકારી બેંકો લોન મોંઘી કરી શકે છે.