Not Set/ સુરત/ રેલવે ટ્રેક પર પડેલી પુત્રીને બચાવવા જતા માતા પુત્રી કપાઈ ગયા

ઉધના અને સુરત રેલ્વે સ્ટેશન પર  બનેલી દુખદ ઘટનામાં એક મહિલા અને એક દીકરીનું  મોત નીપજ્યું હતું. સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન વચ્ચે આવેલ રેલ્વે ટ્રેક પર આજે સવારે વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેન અડફેટે માતા-પુત્રી આવતા ઘટના સ્થળે તેમના મોત નીપજ્ય હતા. રેલવે ટ્રેક પર દીકરી પડી જતા બચાવવા ગયેલા મા પણ ટ્રેનની અડફેટે આવી જતાં […]

Gujarat Surat
Untitled 22 સુરત/ રેલવે ટ્રેક પર પડેલી પુત્રીને બચાવવા જતા માતા પુત્રી કપાઈ ગયા

ઉધના અને સુરત રેલ્વે સ્ટેશન પર  બનેલી દુખદ ઘટનામાં એક મહિલા અને એક દીકરીનું  મોત નીપજ્યું હતું. સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન વચ્ચે આવેલ રેલ્વે ટ્રેક પર આજે સવારે વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેન અડફેટે માતા-પુત્રી આવતા ઘટના સ્થળે તેમના મોત નીપજ્ય હતા. રેલવે ટ્રેક પર દીકરી પડી જતા બચાવવા ગયેલા મા પણ ટ્રેનની અડફેટે આવી જતાં કમભાગી મા-દીકરીના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય એક બાળકી ઘાયલ થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી અનુંસાર ઉધના અને સુરત સ્ટેશન વચ્ચેના રેલવે ટ્રેક પર ગઈ કાલે સવારે  8.20 કલાકે આ દુખદ ઘટના બની હતી. વલસાડથી દાહોદ તરફ જઈ રહેલ  ઇન્ટરસિટી ટ્રેનની અડફટે એક સાથે  ત્રણ જણા આવ્યા હોવાનું જાણ થતા ટ્રેનના ડ્રાઈવરે તરત ટ્રેન રોકી હતી અને ઓથોરિટીને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં રેલવે અધિકારીઓ અને આરપીએફનો સ્ટાફ પહોંચી ગયો હતો.

આપને જણાવી દઈએ કે ગઈ કાલે બનેલી આ ઘટના એવી એવી છે કે  સહારા દરવાજા અને ઉધના દરવાજા વચ્ચેના ટ્રેક પરથી એક મહિલા બે બાળકીઓ સાથે પસાર થઇ રહી હતી. કોન્ટ્રાકટ પર ટ્રેક આસપાસ ઘાસ કાપવાનું કામ કરતી રેખા કાલીયા ડામોર (30) અને તેની પુત્રી રિતિકા (07) તેમજ અરુણા મુકેશ દેવડા (10) સહારા દરવાજાના રેલવે પુલ-443 ઉપરથી પસાર થઇ સુરત તરફ જતી હતી. ત્યારે વલસાડથી સુરત તરફ આવતી વલસાડ- દાહોદ ઇન્ટરસીટી ટ્રેને મહિલા અને તેની પુત્રીને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.