UP Election Result 2022/ CM યોગીએ કાર્યકરો સાથે રમી હોળી, કહ્યું, પીએમ મોદીના માર્ગદર્શનમાં બહુમત

યુપી વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ છે.ત્યારે યોગી સહિત તમામ નેતાઓ હોળી રમી જીતની ઉજવણી કરી હતી.અને નેતાઓએ એક બીજાનું મોટું મીઠું કરાવ્યું હતું.

Top Stories India
યોગી

યુપી વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ છે.ત્યારે યોગી સહિત તમામ નેતાઓ હોળી રમી જીતની ઉજવણી કરી હતી.અને નેતાઓએ એક બીજાનું મોટું મીઠું કરાવ્યું હતું. જ્યાં મુખ્યમંત્રી યોગીએ કહ્યુ હતુ કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં બહુમતી મળી છે.

સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. વલણો અનુસાર ભાજપને બહુમતી મળી છે. સમર્થકોએ લખનૌમાં પાર્ટી હેડક્વાર્ટરમાં નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથના પોસ્ટરો લગાવ્યા.

ચૂંટણી પંચના મત ગણતરી સંબંધિત વલણો અનુસાર, રાજ્યની 403 બેઠકોમાંથી ભાજપ 237 બેઠકો પર આગળ છે અને દેવરિયા, પીલીભીત, બરખેડા, લલિતપુર અને તિંદવારી સહિત 14 બેઠકો ભગવા પાર્ટીના હાથમાં ગઈ છે.

મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી (SP) 115 સીટો પર આગળ ચાલી રહી છે. આ સિવાય બીજેપીનો સહયોગી પક્ષ અપના દળ (એસ) 11 સીટો પર અને નિષાદ પાર્ટી 07 સીટો પર આગળ ચાલી રહી છે અને એસપીનો સહયોગી રાષ્ટ્રીય લોક દળ (RLD) 09 સીટો પર અને સુભાસપ 05 સીટો પર આગળ છે. જ્યારે, કોંગ્રેસ 02 અને BSP ઉમેદવારો 01 સીટ પર આગળ ચાલી રહ્યા છે. તે જ સમયે, વલણોમાં, સીએમ યોગી ગોરખપુર શહેરની સીટ પરથી જીત્યા છે અને અખિલેશ યાદવ કરહાલ સીટ પરથી જીત્યા છે, જ્યારે સ્વામી પ્રસાદ મૌર્ય, જેઓ ભાજપ છોડીને સપામાં સામેલ થયા છે. ફાઝિલનગર વિધાનસભા બેઠક પર પાછળ છે. યુપી ચૂંટણીમાં કોણ આગળ અને કોણ પાછળ