Not Set/ PM મોદીનાં કહેવા પર આગામી ટી-20 વર્લ્ડ કપ રમી શકે છે MS Dhoni

  ભારતીય ક્રિકેટનાં સૌથી સફળ કેપ્ટન રહી ચુકેલા મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિની ઘોષણા કર્યા બાદ તેના ફેન ચોંકી ગયા હતા. આ દરમિયાન એક સફળ પૂર્વ ક્રિકેટરે એવું નિવેદન આપ્યું છે કે ફરી તેના પરત ફરવાની ચર્ચા થઇ રહી છે. ધોનીની નિવૃત્તિ પછી પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર કહે છે કે, ભારતનાં વડા પ્રધાન […]

Uncategorized
620c481139c4a004e7f3aa6a4570cedb PM મોદીનાં કહેવા પર આગામી ટી-20 વર્લ્ડ કપ રમી શકે છે MS Dhoni
 

ભારતીય ક્રિકેટનાં સૌથી સફળ કેપ્ટન રહી ચુકેલા મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિની ઘોષણા કર્યા બાદ તેના ફેન ચોંકી ગયા હતા. આ દરમિયાન એક સફળ પૂર્વ ક્રિકેટરે એવું નિવેદન આપ્યું છે કે ફરી તેના પરત ફરવાની ચર્ચા થઇ રહી છે.

ધોનીની નિવૃત્તિ પછી પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર કહે છે કે, ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને આવતા વર્ષે ટી-20 વર્લ્ડ કપ રમવા વિનંતી કરી શકે છે. ધોની તેમના શબ્દોને અનુસરીને ફરીથી ટી-20 વર્લ્ડ કપ રમી શકે છે. શોએબે કહ્યું કે, ટી​​-20 વર્લ્ડ કપ બહુ દૂર નથી અને જો પીએમ મોદી ધોનીને તેમ રમવા માટે રિક્વેસ્ટ કરે છે તો ધોની તેમને ના નહીં કહી શકે. શોએબ અખ્તરનું કહેવું છે કે એમએસ ધોની નિવૃત્તિ તોડીને ફરી ટીમ ઈન્ડિયામાં પરત ફરશે. આ અંગે અખ્તરે યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા કહ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે, ક્રિકેટનાં ઇતિહાસમાં ધોની એકમાત્ર કેપ્ટન છે જેણે ત્રણેય આઇસીસી ટ્રોફી જીતી છે. તેણે ઘણીવાર દેશને તેના પર ગર્વ લેવાની તક આપી છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2007 નો ટી-20 વર્લ્ડ કપ, 2011 વનડે વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આપને જણાવી દઈએ કે, વર્ષ 2004 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારો ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 350 વનડે, 90 ટેસ્ટ અને 98 ટી-20 મેચ રમ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.