Not Set/ રણવીર અને આલિયાની ગલીબોયનો સપાટો, પાંચ દિવસમાં કરી 76 કરોડની કમાણી

મુંબઇ રણવીર સિંહ તથા આલિયા ભટ્ટ અભિનિત ગલી બોય દર્શકોને ખૂબ પસંદ આવી છે. આજે જ વીકેન્ડમાં  આ ફિલ્મનું બુકિંગ ફુલ રહ્યું હતું. ગલી બોયે માત્ર 4 દિવસમાં જ  70 કરોડ કરતાં વધારેનો વકરો કર્યો છે. અને ઝડપથી તે સો કરોડની નજીક પહોંચી જશે. ફિલ્મનું કન્ટેન્ટ તથા રણવીર-આલિયાનો અભિનય લોકોને ખૂબ સ્પર્શી ગયો છે. ઝોયા […]

Uncategorized
gully boy રણવીર અને આલિયાની ગલીબોયનો સપાટો, પાંચ દિવસમાં કરી 76 કરોડની કમાણી

મુંબઇ

રણવીર સિંહ તથા આલિયા ભટ્ટ અભિનિત ગલી બોય દર્શકોને ખૂબ પસંદ આવી છે. આજે જ વીકેન્ડમાં  આ ફિલ્મનું બુકિંગ ફુલ રહ્યું હતું. ગલી બોયે માત્ર 4 દિવસમાં જ  70 કરોડ કરતાં વધારેનો વકરો કર્યો છે. અને ઝડપથી તે સો કરોડની નજીક પહોંચી જશે. ફિલ્મનું કન્ટેન્ટ તથા રણવીર-આલિયાનો અભિનય લોકોને ખૂબ સ્પર્શી ગયો છે.

Image result for gully boy

ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી ગલી બોય શુક્રવારને બદલે વેલેન્ટાઇન્સ ડે એટલે કે ગુરૂવારે રીલીઝ કરવામાં આવી હતી. અને ફિલ્મને ચાર દિવસ લાંબી વીકેન્ડનો લાભ પણ મળ્યો.ફિલ્મે આજના દિવસે 21 કરોડ 30 લાખ રૂપિયાની કમાણી કરી છે. જે આ ચોથા દિવસની સૌથી વધુ કમાણી છે. ફિલ્મને 19 કરોડ 40 લાખ રૂપિયાનું ઓપનિંગ મળ્યું હતું.  તેથી ફિલ્મ ક્રિટિક્સ એવી આશા રાખી રહ્યા છે કે આવતા વીકેન્ડ સુધીમાં ફિલ્મ સરળતાથી સો કરોડની નજીક પહોંચી શકે છે.