Not Set/ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરની સત્તાવાર ભાષામાં સુધારા બીલ લાવી કર્યા આવા મોટા ફેરફાર

પૂર્વ રાજ્ય જમ્મુ અને કાશ્મીર અને હાલનાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર મામલે ભારતની મોદી સરકાર દ્વારા વધુ એક બીલ લાવી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા ઉર્દૂ અને અંગ્રેજીની સાથે સાથે તેમાં વધુ 3 ભાષાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જી હા, જમ્મુ અને કાશ્મિરની સત્તાવાર ભાષા ઉર્દૂ અને અંગ્રેજીની સાથે હિન્દી – ડોંગરી […]

Uncategorized
f49401fc258dfb655886b53f89a4261b 1 મોદી સરકારે જમ્મુ-કાશ્મીરની સત્તાવાર ભાષામાં સુધારા બીલ લાવી કર્યા આવા મોટા ફેરફાર

પૂર્વ રાજ્ય જમ્મુ અને કાશ્મીર અને હાલનાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર મામલે ભારતની મોદી સરકાર દ્વારા વધુ એક બીલ લાવી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા ઉર્દૂ અને અંગ્રેજીની સાથે સાથે તેમાં વધુ 3 ભાષાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જી હા, જમ્મુ અને કાશ્મિરની સત્તાવાર ભાષા ઉર્દૂ અને અંગ્રેજીની સાથે હિન્દી – ડોંગરી અને કાશ્મીરીનો ઉમેરો કરવામાં આવ્યો છે. 

આપને જણાવી દઇએ કે, જમ્મુ અને કાશ્મિરમાં 1957 થી સત્તાવાર ભાષાઓની જોગવાઈ હતી અને ઉર્દૂ અને અંગ્રેજીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન અને ઉધમપુરના સાંસદ જિતેન્દ્ર સિંઘ દ્વારા જણાવવામાં આવ્યું કે, જમ્મુ અને કાશ્મીર માટે સત્તાવાર ભાષા બિલ, 2020(સુધારેલુ) સંસદમા રજૂ કરી પારીત કરવામાં આવતા કહી શકાય કે, કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી, ભૂતકાળની ઘણી અસંગતતાઓ સુધારવી પડી છે તેવી જ રીતે આ પણ સુધારવામાં આવી છે. 

જિતેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું હતું કે, એક મહાન વિસંગતતા એ હતી કે આ બંને ભાષાઓ એટલે કે , ઉર્દૂ અને અંગ્રેજી એક સાથે મૂકવામાં આવે છે, તો પણ જમ્મુ અને કાશ્મીરની 1% વસ્તી દ્વારા પણ બોલવામાં આવતી નથી. જમ્મુ અને કાશ્મીરમાં સૌથી વધુ બોલાતી ભાષા આશરે 50.3% વસ્તી દ્વારા બોલાય છે તે કાશ્મીરી છે. 20,6% થી વધુ વસ્તી દ્વારા બોલાતી બીજી સૌથી સામાન્ય ભાષા ડોંગરી છે. હિન્દી રાજભાષા છે. તેથી આ 3 ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો. એચએમએ અગાઉની 2 ભાષાઓ જાળવી રાખી હતી. હવે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર પાસે 5 ભાષાઓ છે.


 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews