Not Set/ કૃષિ બીલને લઈ રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યા પ્રહાર, કહ્યું- આ બિલથી સરકાર પોતાના મિત્રોની…

દેશમાં સરકાર લવાયેલા કૃષિ બીલને લઈ ચર્ચાઓ છે. જેથી હવે  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કૃષિ બિલને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશનો ખેડૂત જાણે છે કે આ બિલ દ્વારા મોદી સરકાર પોતાના ‘મિત્રો’ ના વ્યવસાયમાં વધારો કરશે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, “મોદી સરકાર પર ખેડુતોનો વિશ્વાસ ખોવાઈ […]

Uncategorized
6fab10c8cc4ecc659818a9e4e068cd49 કૃષિ બીલને લઈ રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યા પ્રહાર, કહ્યું- આ બિલથી સરકાર પોતાના મિત્રોની...
6fab10c8cc4ecc659818a9e4e068cd49 કૃષિ બીલને લઈ રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યા પ્રહાર, કહ્યું- આ બિલથી સરકાર પોતાના મિત્રોની...

દેશમાં સરકાર લવાયેલા કૃષિ બીલને લઈ ચર્ચાઓ છે. જેથી હવે  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કૃષિ બિલને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશનો ખેડૂત જાણે છે કે આ બિલ દ્વારા મોદી સરકાર પોતાના ‘મિત્રો’ ના વ્યવસાયમાં વધારો કરશે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, “મોદી સરકાર પર ખેડુતોનો વિશ્વાસ ખોવાઈ ગયો છે કારણ કે મોદીજીની કથણી અને કરણી શરૂઆતથી જુદા છે – નોટબંધી, ખોટી જીએસટી અને ડીઝલ પર ભારે ટેક્સ. જાગૃત ખેડૂત જાણે છે – કૃષિ બિલ દ્વારા, મોદી સરકાર તેના ‘મિત્રો’ ના વેપારમાં વધારો કરશે અને ખેડૂતની આજીવિકા પર હુમલો કરશે

આપને જણાવી દઈએ કે, મોદી સરકારને કૃષિ બિલનો ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ બિલને કારણે માત્ર વિપક્ષી પાર્ટી જ નહીં પરંતુ એનડીએમાં પણ ભાગલા પડ્યા છે અને આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે ગુરુવારે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.

શિરોમણી અકાલી દળ ભાજપના સૌથી જુના સાથી છે, પરંતુ સરકાર દ્વારા લવાયેલા ઉત્પાદનો, વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સગવડતા) વટહુકમ 2020, ખેડૂત સશક્તિકરણ અને સુરક્ષા વટહુકમ અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) ની સામે હરસિમ્રતના રાજીનામાએ રાજીનામું આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.