Unique celebration/ અરવલ્લીના એક ગામમાં નવા વર્ષની ઉજવણી કરવાની અનોખી પરંપરા,  યુવાનો છોડે છે વ્યસન

રાજ્યમાં અરવલ્લી જિલ્લાના એક ગામમાં દિવાળીના નૂતન વર્ષની ઉજવણી કરવાની અનોખી પરંપરા છે. ગામ લોકોની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરવા મંદિરના આંગણમાં પશુઓ સમક્ષ ફટાકડા ફોડવામાં આવે છે.

Uncategorized
YouTube Thumbnail 98 અરવલ્લીના એક ગામમાં નવા વર્ષની ઉજવણી કરવાની અનોખી પરંપરા,  યુવાનો છોડે છે વ્યસન

આજે વિક્રમ સંવત કારતક સુદ એકમના દિવસે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં અરવલ્લી જિલ્લાના એક ગામમાં દિવાળીના નૂતન વર્ષની ઉજવણી કરવાની અનોખી પરંપરા છે. આ ઉજવણીમાં મંદિરના આંગણમાં પશુઓ સમક્ષ ફટાકડા ફોડી લોકોની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. સાથે આ ઉજવણી પ્રસંગે યુવાનો ગામના ચોકમાં વ્યસન છોડી દે છે. અને ગામના વડીલોની આ પરંપરાને આગળ ધપાવે છે.

અમરેલી જિલ્લાના મોડાસાનું રામપુર ગામ છે. જ્યાં પરંપરા મુજબ ભગવાન કૃષ્ણના મંદિરે પશુપાલકો પોતાના પશુ લઈ ભેગા થાય છે. ભગવાનની આરતી કર્યા બાદ પશુપાલકો મંદિરના આંગણમાં પોતાનું પશુધન લાવે છે અને ફટાકડા ફોડી પશુઓને ભડકાવવામા આવે છે. જો કે પશુઓ આગળ ફટાકડા ફોડવામાં આવે છતાં નથી પશુને ઇજા થતી કે નથી કોઈ અન્યને નુકસાન થતું નથી. પશુઓ સમક્ષ ફટાકડા ફોડ્યા બાદ ગામના વડીલો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપે છે.

રામપુર ગામમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ગામના વડીલો આ પ્રકારે નવા વર્ષની ઉજવણી પાછળનું કારણ આપતા કહે છે કે આમ કરવાથી ગામના લોકોના ધંધા-ખેતીમાં પ્રગતિ થતા સુખાકારીમાં વધારો થાય છે. મંદિરના પટાગણમાં પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવા પાછળ અન્ય એક માન્યતા રહેલી છે. તેમ જણાવતા વડીલ કહે છે કે તેના કારણે પશુઓમાં પણ કોઈ રોગ આવતો નથી અને તે મહામારીથી બચે છે. આજના ટેકનોલોજીના યુગમાં પણ લોકોમાં આવી આસ્થા જોવા મળે છે.

અરવલ્લીના રામપુર ગામના લોકો મંદિર આગળ પશુધનને એકઠું કરે છે. ત્યારબાદ ફટાકડા ફોડવામાં આવે છે. જેથી પશુઓ, ખેતી તેમજ લોકોને થતું નુકસાન અટકી જાય તેવી માન્યતા છે.