Not Set/ નવેમ્બરમાં નતાશાને પોતાની દુલ્હન બનાવશે વરુણ ઘવન? થશે ડેસ્ટિનેશન Wedding

મુંબઈ, બોલિવૂડમાં છેલ્લા ઘણા સમયથી લગ્નની સિઝન ચાલી રહી છે. અનુષ્કા, સોનમ, દીપિકા, પ્રિયંકા જેવી મોટી અભિનેત્રીઓએ લગ્ન કર્યાં છે. પરંતુ લાગે છે કે હવે બોલિવૂડ સ્ટાર વરૂણ ધવન પણ ટૂંક સમયમાં આ યાદીમાં જોડાવા જઈ રહ્યો છે. થોડા સમય પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે વરૂણ જલ્દીથી લોન્ગટાઈમ ગર્લફ્રેન્ડ નતાશાને તેની વહુ બનાવવા […]

Uncategorized
aaaamp 11 નવેમ્બરમાં નતાશાને પોતાની દુલ્હન બનાવશે વરુણ ઘવન? થશે ડેસ્ટિનેશન Wedding

મુંબઈ,

બોલિવૂડમાં છેલ્લા ઘણા સમયથી લગ્નની સિઝન ચાલી રહી છે. અનુષ્કા, સોનમ, દીપિકા, પ્રિયંકા જેવી મોટી અભિનેત્રીઓએ લગ્ન કર્યાં છે. પરંતુ લાગે છે કે હવે બોલિવૂડ સ્ટાર વરૂણ ધવન પણ ટૂંક સમયમાં આ યાદીમાં જોડાવા જઈ રહ્યો છે.

થોડા સમય પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે વરૂણ જલ્દીથી લોન્ગટાઈમ ગર્લફ્રેન્ડ નતાશાને તેની વહુ બનાવવા જય રહ્યો છે. આ કપલ ડિસેમ્બરમાં તેમના લગ્નની તૈયારી કરવા જઇ રહ્યું છે.

Image result for varun dhawan natasha

એક અખબારના સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે વરૂણ અને નતાશની સગાઈ ગત વર્ષે જ ખૂબ જ ગુપ્ત રીતે થઈ ચૂકી હતી. તેમની સગાઈ ખૂબ જ ખાનગી રાખવામાં આવી હતી અને ઘરના લોકો જ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. વરુણ તેની ગર્લફ્રેન્ડને ખૂબ ચાહે છે. અહેવાલ છે કે તેમના લગ્ન એક હાઇ પ્રોફાઇલ ઇવેન્ટ થવા જય રહી છે.

Image result for varun dhawan natasha

અહેવાલ છે કે આ કપલ હવે ડેસ્ટિનેશન વેડિંગમાં કરવા જઈ રહ્યું છે. અહેવાલ છે કે આ કપલ તેમના લગ્નમાં ફક્ત પસંદ કરેલા મહેમાનોને આમંત્રણ આપવાના છે. જો કે, લગ્ન પછી બોલીવુડને રિસેપ્શનમાં આમંત્રણ આપવામાં આવશે.

Related image

મળતી માહિતી મુજબ વરૂણ અને નતાશાના પરિવારોએ પણ આ લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ અગાઉ ડિસેમ્બરમાં આ કપલના લગ્ન થવાના સમાચાર હતા, જ્યારે હવે આ લગ્ન નવેમ્બરમાં થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.