Not Set/ રાજસ્થાન/ શિક્ષક ભરતીને લઇને ડુંગરપુર-ઉદયપુરમાં હિંસક પ્રદર્શન

  ડુંગરપુર (રાજસ્થાન) માં શિક્ષક ભરતી-2018 માં ટીએસપી વિસ્તારનાં અનામત 1167 જગ્યાઓ પર એસટી ઉમેદવારોથી ભરવાની માંગને લઇને પ્રદર્શન ચાલી રહ્યુ છે. હવે આ પ્રદર્શને ફરી હિંસક રૂપ ધારણ કર્યુ છે. ડુંગરપુર-ઉદેપુરની પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. અહીં સતત ત્રીજા દિવસે ઉગ્ર આંદોલન ચાલુ રહ્યું છે. ડુંગરપુરથી માત્ર 10 કિલોમીટર દૂર કચ્છવાસા અને વસી ગામ […]

Uncategorized
171266bd502f495b1ab1379f2f721718 રાજસ્થાન/ શિક્ષક ભરતીને લઇને ડુંગરપુર-ઉદયપુરમાં હિંસક પ્રદર્શન
171266bd502f495b1ab1379f2f721718 રાજસ્થાન/ શિક્ષક ભરતીને લઇને ડુંગરપુર-ઉદયપુરમાં હિંસક પ્રદર્શન 

ડુંગરપુર (રાજસ્થાન) માં શિક્ષક ભરતી-2018 માં ટીએસપી વિસ્તારનાં અનામત 1167 જગ્યાઓ પર એસટી ઉમેદવારોથી ભરવાની માંગને લઇને પ્રદર્શન ચાલી રહ્યુ છે. હવે આ પ્રદર્શને ફરી હિંસક રૂપ ધારણ કર્યુ છે. ડુંગરપુર-ઉદેપુરની પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. અહીં સતત ત્રીજા દિવસે ઉગ્ર આંદોલન ચાલુ રહ્યું છે.

ડુંગરપુરથી માત્ર 10 કિલોમીટર દૂર કચ્છવાસા અને વસી ગામ નજીક પ્રદર્શનકારીઓએ પહાડ પરથી પથ્થરમારો કર્યો હતો. આ હિંસક પ્રદર્શનમાં ત્રણ બાઇક સળગાવવામાં આવી અને દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી છે. કાંકરી ડૂંગરી નજીક ઉદયપુર-અમદાવાદ હાઈવે ઉપર છેલ્લા ઘણા કલાકોથી હાજર પ્રદર્શનકારીઓએ 20 કિમીમાં પથ્થર-પથ્થર મુકી દીધા છે. શનિવારે સાંજે કાંકરા ડુંગરીમાંથી પ્રદર્શનકારીઓ ફરી એકવાર ઉદયપુરનાં ખેરવાડામાં ઘૂસી ગયા હતા, જ્યા તેમણે પોલીસને પથ્થરમારો કરી આગળ ધકેલીને અડધા શહેરને ઘેરી લીધું હતું. આ દરમિયાન તેઓએ એક હોટલમાં તોડફોડ કરી હતી. તેઓએ દુકાનમાં અગ્નિદાહ અને લૂંટ ચલાવી હતી.

સુત્રોનાં જણાવ્યા મુજબ પોલીસે પણ બાદમાં આક્રમક રૂપ બતાવ્યુ અને ટીયર ગેસનાં શેલ ફાયર કર્યા હતા અને પ્રદર્શનકારીઓને પાછળ ખદેડવા મજબૂર કર્યા હતા, દરમિયાન તેઓ કાબુમાં ન આવતા પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતુ. જેમાં ખેરવાડાનાં કાચરાફલા ઘાટ ખાતે રહેતા તરૂણ અહારીની (19) છાતીનાં ભાગમાં ગોળી વાગવાથી મોત થયુ છે. પરંતુ આ મામલો શાંત થવાના બદલે વધુ ઉગ્ર બન્યો હતો. રાતનાં એક વાગ્યાની આસપાસ વિરોધીઓએ ખેરવાડા શહેરને ઘેરી લીધો હતો અને ટોલ પ્લાઝા પર પથ્થરમારો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.