Not Set/ વડોદરાઃ કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણી ની હત્યા કરાઈ

રાજ્યભરમાં શરાબ નું નેટવર્ક ચલાવતા નામચીન ગેંગસ્ટર મુકેશ હરજાણીની ગત રાત્રે વડોદરા ના હરણી રોડ પર આઠ રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી છે. જયારે પોલીસે હત્યારાઓ ની શોધખોળ હાથ ધરી છે. રાજ્ય ભરમાં અસંખ્ય ખંડણી હત્યા જેવા ગંભીર ગુન્હામાં સંડોવાયેલો મુકેશ હરજાણીને ગુરુવારે રાત્રે મીટીંગ માટે બોલાવી અને અજાણ્યા સખ્શો એ તેના પર આડેધડ […]

Uncategorized

mukesh-harjani mukesh-harjani mukesh-harjani-1

રાજ્યભરમાં શરાબ નું નેટવર્ક ચલાવતા નામચીન ગેંગસ્ટર મુકેશ હરજાણીની ગત રાત્રે વડોદરા ના હરણી રોડ પર આઠ રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી છે. જયારે પોલીસે હત્યારાઓ ની શોધખોળ હાથ ધરી છે.

રાજ્ય ભરમાં અસંખ્ય ખંડણી હત્યા જેવા ગંભીર ગુન્હામાં સંડોવાયેલો મુકેશ હરજાણીને ગુરુવારે રાત્રે મીટીંગ માટે બોલાવી અને અજાણ્યા સખ્શો એ તેના પર આડેધડ ૮ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ગંભીર રીતે ઘાયલ મુકેશ ને શહેરની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડતા ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું . બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકરીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને  ઘટનાની તપાસ હાથ ધરી હતી. મુકેશ હરજાણીના પરિવારજનોએ મીટીંગ માટે લઇ જનાર તેના જ ત્રણ સાથી પર હત્યાનો આરોપ મુક્યો હતો. જયારે પોલીસે સમગ્ર શહેરની નાકાબંધી કરી અને હુમલાખોરોને શોધવાની તજવીજ હાથ ધરી છે.

મુકેશ હરજાણી આણંદ ના ભાજપના નગરસેવક સહીત અનેક હત્યા અને ના કેસમાં ગુન્હેગાર હતો જયારે અસંખ્ય ખંડણી ના કેસો પણ નોંધાયા હતા. જયારે ગુજરાત માં ગેરકાયદે શરાબ ની હેરાફેરી નું નેટવર્ક પણ ચલાવતો હતો . તાજેતરમાં વડોદરાના અન્ય એક ગેંગસ્ટર કલ્પેશ કાછીયા એ મુકેશ હરજાણી ને જાહેરમાં માફી માંગતી જાહેરાત વર્તમાનપત્રો માં છપાવી હતી.ગેંગવોર ના અણસાર હોવા છતાય પોલીસે કોઈ કાર્યવાહી નહિ કરતા ગુન્હેગારો હત્યા ને અંજામ આપી ફરાર થઇ ગયા હતા . અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ના આગમન ની પૂર્વ રાત્રી એ બનેલી ગેંગવોર ની ઘટના એ પોલીસ અને આઈ.બી ની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે .