Not Set/ રામ મંદિર નિર્માણ માટે PM મોદી ભૂમિપૂજન કરે, ટૂંક સમયમાં આમંત્રણ મોકલીશું : ટ્રસ્ટ

મહંત કમલ નયન દાસે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેઓ રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવાનું આમંત્રણ મોકલશે. મહંત કમલ નયન દાસના જણાવ્યા અનુસાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલદાસ સોમવાર કે મંગળવારે પીએમ મોદીને આમંત્રણ પત્ર પાઠવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલદાસના અનુગામી મહંત […]

Uncategorized
a8ab2cfeca66062556b004bc39f74ccd રામ મંદિર નિર્માણ માટે PM મોદી ભૂમિપૂજન કરે, ટૂંક સમયમાં આમંત્રણ મોકલીશું : ટ્રસ્ટ
a8ab2cfeca66062556b004bc39f74ccd રામ મંદિર નિર્માણ માટે PM મોદી ભૂમિપૂજન કરે, ટૂંક સમયમાં આમંત્રણ મોકલીશું : ટ્રસ્ટ

મહંત કમલ નયન દાસે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેઓ રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવાનું આમંત્રણ મોકલશે. મહંત કમલ નયન દાસના જણાવ્યા અનુસાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલદાસ સોમવાર કે મંગળવારે પીએમ મોદીને આમંત્રણ પત્ર પાઠવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલદાસના અનુગામી મહંત કમલ નયન દાસે જણાવ્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર મોકલશે. અને તેમને રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવા તેઓને આમંત્રણ પાઠવશે. મહંત કમલ નયન દાસના જણાવ્યા અનુસાર, તેઓ ટૂંક સમયમાં આ મામલે પીએમ મોદીને આમંત્રણ પત્ર મોકલશે.

મહંત કમલ નયન દાસે જણાવ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલદાસ સોમવાર કે મંગળવારે પીએમ મોદીને આમંત્રણ પત્ર પાઠવશે. તેમણે કહ્યું કે આગામી શ્રાવણ મહિના દરમિયાન રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવા માંગીએ છીએ. એટલા માટે અમે વડા પ્રધાન મોદીના હસ્તે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન  કરવા માગીએ છીએ.

તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસને મળ્યા હતા. આ દરમિયાન તેમની વચ્ચે થોડી ચર્ચા થઈ હતી. સીએમ યોગી રવિવારે અયોધ્યા પહોંચ્યા. આ પ્રસંગે તેમણે રામ જન્મભૂમિ સ્થળની મુલાકાત લીધી હતી અને રામલાલાના દર્શન પણ કાર્ય હતા. તેમજ મંદિરના નિર્માણ કાર્યોની સમીક્ષા કરી હતી.

વિશ્વ હિન્દુ પરિષદે પણ અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં સામાન્ય ભારતીયોની ભૂમિકાને લઈને વ્યૂહરચના ઘડી છે. મતલબ કે લોકો આર્થિક અને શારીરિક ટેકાથી રામ મંદિર બનાવશે. વિશ્વ હિન્દુ પરિષદે નક્કી કર્યું છે કે એકવાર કોરોના સંકટ ટળી જશે પછી કારસેવા થશે અને જનતા દાન પણ આપશે.

વિશ્વ હિન્દુ પરિષદના ઉપપ્રમુખ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના મહામંત્રી ચંપત રાયના જણાવ્યા અનુસાર, શ્રી રામલાલા મંદિરના નિર્માણ સાથે ભાવનાત્મક રીતે જોડવા માટે સામાન્ય ભારતીયને તન-મન-ધન સાથે જોડવાનો લક્ષ્ય છે.

જુલાઈના પહેલા અઠવાડિયામાં વર્ચુઅલ રીતે રામ મંદિર નિર્માણનું ભૂમિપૂજન કરવામાં આવશે

જો કે, અયોધ્યામાં રામલાલાના ભવ્ય અને દિવ્ય મંદિરના નિર્માણ માટે ક્યારેય ભંડોળની અછત રહી નથી અને તે ભવિષ્યમાં નહીં થાય. પરંતુ સામાન્ય ભક્તોને આ ઐતિહાસિક સાથે  ભાવનાત્મક રૂપે જોડવા માટે, દરેક ભારતીયએ દસ રૂપિયા સહકાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેથી દરેકની ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.