Not Set/ મેઘના ગુલઝારની આગામી ફિલ્મમાં એસિડ એટેક પીડિતાનો રોલ કરશે દીપિકા પાદુકોણ

નવી દિલ્લી ફિલ્મ પદ્માવત બાદ પોતાની જોરદાર એક્ટિંગ બાદ દીપિકા પાદુકોણ હવે કઈ ફિલ્મ કરશે તે વાત દરેકના મગજમાં ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે દીપિકા હવે પછી  મેઘના ગુલઝારની ફિલ્મમાં નજરે જોવા મળશે. આલિયા ભટ્ટ સાથે રાઝી ફિલ્મ બનાવ્યા બાદ મેઘના ગુલઝાર હવે દીપિકા પાદુકોણ સાથે એસિડ એટેક પીડિતા પર ફિલ્મ બનાવવાના છે. […]

Uncategorized
dl મેઘના ગુલઝારની આગામી ફિલ્મમાં એસિડ એટેક પીડિતાનો રોલ કરશે દીપિકા પાદુકોણ

નવી દિલ્લી

ફિલ્મ પદ્માવત બાદ પોતાની જોરદાર એક્ટિંગ બાદ દીપિકા પાદુકોણ હવે કઈ ફિલ્મ કરશે તે વાત દરેકના મગજમાં ચાલી રહી હતી.

તમને જણાવી દઈએ કે દીપિકા હવે પછી  મેઘના ગુલઝારની ફિલ્મમાં નજરે જોવા મળશે. આલિયા ભટ્ટ સાથે રાઝી ફિલ્મ બનાવ્યા બાદ મેઘના ગુલઝાર હવે દીપિકા પાદુકોણ સાથે એસિડ એટેક પીડિતા પર ફિલ્મ બનાવવાના છે.

આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ લક્ષ્મી અગ્રવાલની ભૂમિકામાં નજર આવશે. મુંબઈ મિરરના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મમાં દીપિકા માત્ર લીડ રોલમાં જ નહી પરંતુ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરવાની છે.

જો કે હજુ સુધી ફિલ્મનું ટાઇટલ નક્કી નથી થયું.

આ ફિલ્મ વિશે દીપિકા પાદુકોણે કહ્યું કે જયારે મેં આ ફિલ્મની સ્ટોરી સાંભળી ત્યારે હું અંદરથી હલી ગઈ હતી. માત્ર હિંસા જ નહિ પરંતુ લક્ષ્મીની હિંમત, તાકાત, ઉમ્મીદ અને વિજયની સ્ટોરી છે.

આ ફિલ્મે મારા પર એવી અસર કરી કે હું તરત જ આં ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઇ ગઈ.

તમને જણાવી દઈએ કે લક્ષ્મી અગ્રવાલ પર વર્ષ ૨૦૦૫માં એસિડ એટેક થયો હતો ત્યારે તે માત્ર ૧૫ વર્ષની હતી. ૩૨ વર્ષના જે માણસે તેના પર એસિડ નાખ્યો હતો તે તેના પરિવારને સારી રીતે જાણતો હતો.

વર્ષ ૨૦૦૬માં લક્ષ્મીએ કોર્ટમાં એસિડના વેંચાણ પર પ્રતિબંધ મુકવા માટે કહ્યું હતું.

હાલ લક્ષ્મી અગ્રવાલ છાંવ ફાઉન્ડેશન નામક એનજીઓ ચલાવે છે.