Not Set/ સુરેન્દ્રનગર : વિનાયક પેરામેડિકલ ઈન્સ્ટિટ્યુટ દ્વારા વિદ્યાર્થીઓ સાથે 25 લાખથી  વધુની છેતરપિંડી

બજારમાં અત્યારે ભયંકર મંદીની માર માંથી પસાર થઈ રહ્યું છે. પરંતુ એવું કહેવાય છે કે શિક્ષણ એક એવો વ્યવસાય છે કે જે ને કયારેય મંદીની માર સહન નથી કરવી પડતી. અને આજ ઉક્તિને લઈને સમાજમાં ધુતારા લોકો દ્વારા ભોળા વિધ્યાર્થીઓને છેતરવાનું  શરૂ કરવામાં આવ્યું છે. સારા  ભવિષ્યના સપના બતાવીને ભલા ભોળા વિધ્યાર્થીઓને બોગસ ડિગ્રીઓ પધરવવાનું […]

Top Stories Gujarat Others
aldersgate services frustrated student 1a સુરેન્દ્રનગર : વિનાયક પેરામેડિકલ ઈન્સ્ટિટ્યુટ દ્વારા વિદ્યાર્થીઓ સાથે 25 લાખથી  વધુની છેતરપિંડી

બજારમાં અત્યારે ભયંકર મંદીની માર માંથી પસાર થઈ રહ્યું છે. પરંતુ એવું કહેવાય છે કે શિક્ષણ એક એવો વ્યવસાય છે કે જે ને કયારેય મંદીની માર સહન નથી કરવી પડતી. અને આજ ઉક્તિને લઈને સમાજમાં ધુતારા લોકો દ્વારા ભોળા વિધ્યાર્થીઓને છેતરવાનું  શરૂ કરવામાં આવ્યું છે.

સારા  ભવિષ્યના સપના બતાવીને ભલા ભોળા વિધ્યાર્થીઓને બોગસ ડિગ્રીઓ પધરવવાનું રેકેટ ગુજરાતનાં ઘણા જિલ્લાઓમાં આજકાલ એક બહુ જ સારા અને ઉમદા વ્યવસાય તરીકે ઘર કરી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં ચોરી, લૂંટ અને ગુના સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે .

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડીની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વઢવાણ 80 ફૂટ રોડ પર આવેલી વિનાયક પેરામેડિકલ ઈન્સ્ટિટ્યુટ દ્વારા વિદ્યાર્થીઓને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને પ્રવેશ આવ્યો હતો. અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ અને સર્ટીફિકેટ આપવામાં આવ્યું હતું. જો કે, આ શૈક્ષણિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી માર્કશીટ અને સર્ટિફિકેટ અમાન્ય હોવાનું સામે આવ્યું હતું.

આમ સરકારી નોકરીની લોભામણી લાલચ આપીને સંસ્થાએ 100 જેટલા વિદ્યાર્થીઓ સાથે રૂ. 25 લાખથી વધુની છેતરપીંડી કરી હોવાનું સામે આવતા સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.

પ્રાપ્ત વિગત અનુસાર વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલ એક પેરામેડિકલ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સરકારી નોકરી આપવાની ગેરન્ટી આપી એડમિશન લીધા બાદ કોર્ષ પૂરો થતા માર્કશીટ અને સર્ટીફીકેટ આપવામાં આવતા….આ માર્કશીટ અમાન્ય હોવાનું બહાર આવતા ભોગ બનનાર વિદ્યાર્થીઓએ સંસ્થાના સંચાલકો સામે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી.

વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલ વિનાયકા પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જિલ્લાભરના અંદાજે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ નર્સિંગ, લેબ ટેક્નિશિયન, એમએલટી, સેનિટરી ઇન્સ્પેકટર, ફિમેલ હેલ્થ વર્કર સહિતના કોર્ષીસમાં લોભામણી જાહેરાતો અને સરકારી – અર્ધ સરકારી હોસ્પિટલમાં ૧૦૦% નોકરી મળવાની ગેરંટી આપી એડમિશન લેવડાવ્યું હતું. જે માટે દરેક વિદ્યાર્થી પાસે થી અલગ અલગ કોર્ષ મુજબ અંદાજે રૂપિયા ૨૫૦૦૦ થી ૪૦૦૦૦ જેટલી ફી પણ વસુલવામાં આવી હતી….સરકારી હોસ્પિટલોમાં સારી અને ઉચ્ચ પગારની નોકરીની લાલચમાં અનેક વિદ્યાર્થીઓએ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું હતું….પરંતુ કોર્ષ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ માર્કશીટ અને સર્ટીફીકેટ લઇ વિદ્યાર્થીઓ લાયકાત મુજબ એડમિશન લેવા ગયા ત્યારે તેમને આપવામાં આવેલ માર્કશીટ અને સર્ટિફિકેટ અમાન્ય અને ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું હતું….જે અંગે ભોગ બનનાર વિદ્યાર્થીઓએ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોને રજૂઆત કરતા કોઈ જ વાત સાંભળી નહોતી અને પોતે સાચા હોવાનો દાવો પણ કર્યો હતો…સંસ્થા દ્વારા ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ

પાસેથી અંદાજે ૨૫ લાખ જેટલી ફી વસૂલી છેતરપિંડી કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. આથી ભોગ બનનાર વિદ્યાર્થીઓ દ્વારા છેતરપિંડી અંગે ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો પૂજા પાટડિયા અને મનોજ શર્મા સામે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ,127 અને ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન