Not Set/ સુરતમાં આ સમયગાળા દરમિયાન પતંગ ચડાવવા પર પોલિસે મુક્યો પ્રતિબંધ

ઉત્તરાયણના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.ગુજરાતીના દરેક તહેવારમાં આપને ક્યાંક આસપાસના વાતાવરણ કે પ્રકૃતિને નુકશાન પહોચાડયે છીએ. દિવાળીમાં ઘોંઘાટ અને હવાનું પ્રદુષણ ,નવરાત્રીમાં અવાજનું પ્રદુષણ  તો વળી ગણપતિ વિસર્જનમાં લાઉડ સ્પીકરો વગાડીને ફેલાતું પ્રદુષણ.ઉત્તરાયણ તહેવારમાં આપણા મોજશોખમાં નિર્દોષ પક્ષી નો ભોગ લેવાય છે. આ વખતની ઉત્તરાયણમાં સુરત શહેરની પોલીસે દિવસે સવારે ૬ થી […]

Top Stories
kites all over the sky of Gujrat desibantu સુરતમાં આ સમયગાળા દરમિયાન પતંગ ચડાવવા પર પોલિસે મુક્યો પ્રતિબંધ

ઉત્તરાયણના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.ગુજરાતીના દરેક તહેવારમાં આપને ક્યાંક આસપાસના વાતાવરણ કે પ્રકૃતિને નુકશાન પહોચાડયે છીએ. દિવાળીમાં ઘોંઘાટ અને હવાનું પ્રદુષણ ,નવરાત્રીમાં અવાજનું પ્રદુષણ  તો વળી ગણપતિ વિસર્જનમાં લાઉડ સ્પીકરો વગાડીને ફેલાતું પ્રદુષણ.ઉત્તરાયણ તહેવારમાં આપણા મોજશોખમાં નિર્દોષ પક્ષી નો ભોગ લેવાય છે.

આ વખતની ઉત્તરાયણમાં સુરત શહેરની પોલીસે દિવસે સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ ના સમયગાળા દરમ્યાન શહેરીજનોને પતંગ ચગાવવા  પર પ્રતિબંધ મુક્યો છે.આ સમયગાળા દરમ્યાન પક્ષીની ચહલપહલ સૌથી વધારે હોય છે.સાંજના સમયે તેઓ માળા તરફ પાછા ફરે છે.આ સુચના સાંભળી સુરતના  ઘણા લોકો  નિરાશ થયા હતા.શહેરીજનોના વિચાર મુજબ  સાંજના સમયે જ પવન સારો હોય છે આ સમયે જ પતંગ ચગાવવાની  વધારે મજા આવે છે.

સુરતના પોલીસ કમિશનર સતીશ વર્માએ જણાવ્યું હતું કે એવી કોઈ પણ વસ્તુ જે તેની મર્યાદા ચુકી જાય ત્યારે તે  સંકટ ઉભું કરી શકે છે.પતંગ ચગાવવામાં એકબીજાને કાપવામાં લોકો મજા ઉઠાવે છે પરંતુ ક્યારેક તે અકસ્માતનું સ્વરૂપ લઇ લે છે.ઉત્તરાયણ સમયે અગાશી પરથી પડવાના ઘણા બનાવો બને છે. વૃક્ષો અને વીજળીના થાંભલામાં પણ અનેક દિવસો સુધી તૂટેલા પતંગ લટક્યા રહે છે.

પક્ષીની સુરક્ષિતા માટે કામ કરતા NGO પ્રયાસના કાર્યકર દર્શન દેસાઈએ જણાવ્યું હતું કે, જો આપણે સવાર અને સાંજના સમયગાળામાં પતંગ નહિ ચગાવીએ તો ઘવાતા પક્ષીઓમાં 60થી 70 ટકા જેટલો ઘટાડો થઇ શકે છે. સાંજના સમયે પક્ષી પતંગની દોરી જોઈ નથી શકતા અને પરિણામે નિર્દોષ જીવ ઘવાય છે કે પછી મોતને ભેટે છે.

સુરતમાં ધોરણ ૧૧માં ભણતા કુશ પંડ્યા એ કહ્યું હતું કે તેને પતંગ ચગાવવાનો ગાંડો શોખ છે. આખો દિવસ ફ્લેટના ધાબા ઉપર તેના મિત્રો સાથે જ સમય નીકાળે છે એટલે આ સુચનાથી એકવાર મને પણ વિચાર આવ્યો કે, આ ખોટું છે પણ મેં વિચાર્યું કે જો આપણા ૪ કલાકના સમયમાં નિર્દોષ પક્ષીનો જીવ બચી જતો હોય તો આપણે આ સુચનાનો ચોક્કસપણે અમલ કરવો જોઈએ.

તો બીજી તરફ રામનગર વિસ્તારના રહેવાસી મેહુલ બુંદેલાએ સુરતના પોલિસ કમિશનરના આદેશનો વિરોધ કર્યો હતો. મેહુલે કહ્યું હતું કે, હું આ સૂચનાને સમર્થન નહિ આપું. વધુમાં તેને ઉમેર્યું હતું કે, આ તહેવાર વર્ષમાં એક જ વાર આવે છે માત્ર એક જ દિવસ હોય છે પતંગ ચગાવવા માટે અને સાંજના સમયે તો હવા પણ સારી હોય છે. જો આ જ સમયે પતંગ નહિ ચગાવીએ તો અમારી મજા બગડી જશે.