હાલમાં દિવસે ને દિવસે સાઈબર ક્રાઈમમાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈ ને કોઈ નવી સ્કીમોને આધારે લોકો છેતરતા હોય છે. ત્યારે થોડા સમયથી નવી વેબસાઈડ ફેક આઈડી બનવીને ચિટિંગ કરતા હોય છે. ત્યાં સુરતમાં થોડા દિવસ અગાઉ ચર્ચામાં આવેલ કિડની કૌભાંડનો બીજો મુખ્ય આરોપીને સાયબર સેલ ઝડપી ઝડપી લેવામાં આવ્યો છે. જે ભારતની અલગ અલગ પ્રખ્યાત હોસ્પીટલોના નામની ફેક અને વેબસાઇટ બનાવડાવી કિડની વેચાણ કરવાથી ચાર કરોડ રૂપીયા મળશે તેવી જાહેરાતો આપતો હતો. અને જરૂરીયાત મંદ લોકોને ફસાવતો હતો. આ જાહેરાત સોશિયલ મીડિયામાં વાઈરલ કરી આર.બી.આઇ.ના નામના ફેક ઇ-મેઇલ આઇડીથી ભારતના તથા અન્ય દેશોના લોકોને અલગ અલગ ચાર્જ જણાવી રૂપીયા પડાવવામાં આવતાં હતાં. સમગ્ર મામલો સામે આવતા સુરત સાયબર પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. બાદમાં વધુ તપાસમાં મુખ્ય નાઇજીરીયન આરોપીને હરીયાણા ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.
આરોપીનું આ આરોપીની નામ ટીકેન્દ્રજીત ધીરેનચંદ્રા બોરો છે. જેની પાસે થી મોબાઇલ ફોન- 14, લેપટોપ- 1, ડોંગલ- 2, એ.ટી.એમ.કાર્ડ- 1 સહીત ની વસ્તુઓ મળી આવી છે. પોલીસ દ્વારા આરોપીને સુરત લાવ્યા બાદ તપાસ કરત એક પછી એક હકીકતો સામે આવા લાગી હતી અને આરોપીનીં તપાસમાં વોટસએપ નંબર પર સંપર્ક રાખતા હતા જેથી પોલીસ ટ્રેક કરી ન શકે. આ લોકો માર્ચ 2020થી ઓક્ટોબર 2020 દરમ્યાન ઓનલાઇન ફેક વેબસાઇટ બનાવી તેમાં કિડની વેચાણ કરવાથી ચાર કરોડ રૂપીયા મળશે તેવી લોભામણી જાહેરાતો અપાઈ હતી. અને અલગ અલગ ઓફરો મુકી છેતરપિંડીના આંતરરાષ્ટ્રીય કૌભાંડને પોલીસે ઉઘાડી પાડ્યું હતું. આરોપીઓએ ફરીયાદી પાસેથી અલગ અલગ બેંકોના કુલ-6 એકાઉન્ટમાં ફ્રીઝ કરવામાં આવેલ હતા. તે એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટોમાં રૂપીયા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા તેવા અન્ય 8 એકાઉન્ટ મળી આવેલ તેમાં રૂ. 2,10,000 ફ્રીઝ કરવામાં આવેલ છે. આમ કુલ્લે રૂ. 14,78,400 જમા કરાવેલ તે પૈકી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ્લે રૂ. 7,50,461 કુલ્લે રૂ. 9,60,461 ફ્રીઝ કરવામાં આવેલ છે.આ ગુન્હામાં ઉપયોગ થયેલ અલગ અલગ બેંકોના કુલ-8 એકાઉન્ટના બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં રૂ. 1,31,19,121 ના ટ્રાન્જેક્શન થયેલ હોવાનું જણાઇ આવેલ છે.તે આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
RMC / પ્રધ્યુમન પાર્કમાં કેન્ટીનને અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ,એક્સપાયરી તથા ડેટ વગરની ખાદ્યચીજનો સ્થળપર નાશ