Not Set/ નર્મદા કેનાલનું  ૨૦,૦૦૦ કિમીથી પણ વધુ બાંધકામ છે હજુ બાકી: સીએમ રૂપાણી

ગાંધીનગર ગુજરાતના રાજ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની  વિધાનસભામાં નર્મદાની કેનાલના બાંધકામને લઈને ખુલાસો કર્યો હતો. કોંગ્રેસ પક્ષના દાણીલીમડા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમારે સીએમ વિજયભાઈને નર્મદા કેનાલની કામગીરી વિશે પ્રશ્નોત્તરી કલાકમાં પ્રશ્ન કર્યો હતો. મહત્વનું છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈએ નર્મદા કેનાલનું ખાતું સંભાળે છે. વિધાનસભામાં માહિતી આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, કુલ મળીને ૭૧,૭૪૮.૧૯ કિમીની લંબાઈ નર્મદા કેનાલની છે. જેમાં […]

Top Stories Uncategorized
CM VIJAYBHAI RUPANI 1 નર્મદા કેનાલનું  ૨૦,૦૦૦ કિમીથી પણ વધુ બાંધકામ છે હજુ બાકી: સીએમ રૂપાણી

ગાંધીનગર

ગુજરાતના રાજ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની  વિધાનસભામાં નર્મદાની કેનાલના બાંધકામને લઈને ખુલાસો કર્યો હતો. કોંગ્રેસ પક્ષના દાણીલીમડા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમારે સીએમ વિજયભાઈને નર્મદા કેનાલની કામગીરી વિશે પ્રશ્નોત્તરી કલાકમાં પ્રશ્ન કર્યો હતો. મહત્વનું છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈએ નર્મદા કેનાલનું ખાતું સંભાળે છે.

વિધાનસભામાં માહિતી આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, કુલ મળીને ૭૧,૭૪૮.૧૯ કિમીની લંબાઈ નર્મદા કેનાલની છે. જેમાં ૨૦,૯૫૧.૭૩ કિમીનું બાંધકામ હજુ બાકી છે. આ બાંધકામએ સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટનો એક ભાગ છે.

સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, મુખ્ય કેનાલ જેની લંબાઈ ૪૫૮.૩૨ કિમી છે, તેનું સંપૂર્ણપણે બાંધકામ થઇ ગયું છે. જયારે મુખ્ય કેનાલની શાખા જેની લંબાઈ ૧૨૯.૪૭ કિમી, ત્યારબાદ ડીસ્ટ્રીબ્યુટર શાખા જેની લંબાઈ ૩૮૨.૯૩ કિમી, નાની કેનાલ જેની લંબાઈ ૨૮૯૮.૬૩ કિમી, સબ-નાની કેનાલ જેની લંબાઈ ૧૭,૫૪૦.૭૦ કિમી છે. તે બધાનું બાંધકામ બાકી છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે, ટૂંક જ સમયમાં વિવિધ વિભાગો જેમકે જંગલ, અભયારણ્ય અને ખાનગી પ્લોટની મંજુરી મળી જાય એટલે નર્મદા કેનાલનું સંપૂર્ણ બાંધકામ પૂરું થઇ જશે. જે સબ-માઇનોર કેનાલ છે, તેનું બાંધકામ ખેડૂતની ભાગીદારી સાથે કરવાનું હોઈ તે લોકોની મંજુરી મળી જતા કેનાલનું કન્સ્ટ્રકશન થઇ જશે.