દુર્ઘટના/ ઇજિપ્તમાં મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકતા 22 લોકો મોત,સાતની હાલત ગંભીર

ઉત્તર ઇજિપ્તમાં એક મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકતા 22 લોકોના મોત નિપજયા છે. જયારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Top Stories World
3 15 ઇજિપ્તમાં મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકતા 22 લોકો મોત,સાતની હાલત ગંભીર

ઉત્તર ઇજિપ્તમાં એક મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકતા 22 લોકોના મોત નિપજયા છે. જયારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત થતા પોલીસ અને રેસ્કયુ ટીમ સત્વરે ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર  ઇજિપ્તના ઉત્તર ડાકાહલિયા પ્રાંતમાં એક મિનિબસ નહેરમાં પડી જતાં અન્ય સાત ઘાયલ થયા હતા. ઇજિપ્તના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બસ હાઇવે પરથી ઉતરી ગઈ હતી અને ઉત્તર દકાહલિયા ક્ષેત્રમાં આઘામાં મન્સૌરા કેનાલમાં પડી હતી. મંત્રાલયે કહ્યું કે ઘટનાસ્થળે કુલ 18 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. ઘાયલોને પ્રાંતની બે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્થાનિક રહેવાસીઓ પોલીસને પાણીમાંથી મૃતદેહો બહાર કાઢવામાં મદદ કરતા જોવા મળે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બસમાં વિદ્યાર્થીઓના જૂથ સહિત 46 મુસાફરો સવાર હતા. મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે.પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકોમાં છ મહિલાઓ અને ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. સરકારે વળતરની જાહેરાત પણ કરી છે.