સ્ટોક માર્કેટ/ શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 550થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ ઘટાડો

રૂપિયાના ઐતિહાસિક ઘટાડાને કારણે અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી સ્થાનિક શેરબજાર અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યો  છે

Top Stories India Business
9 29 શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 550થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ ઘટાડો

ભારતીય શેરબજાર આજે જોરદાર ઘટાડા સાથે ખુલ્યું છે. રૂપિયાના ઐતિહાસિક ઘટાડાને કારણે અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી સ્થાનિક શેરબજાર અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યો  છે. બેંકિંગ, આઈટી, મેટલ્સ શેરોમાં જબરદસ્ત ઘટાડો થતા શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સ-નિફ્ટી 1-1 ટકાના મોટા ઘટાડા સાથે ખુલ્યા છે.

આજના કારોબારમાં, BSE 30-શેરનો સૂચકાંક સેન્સેક્સ 554.30 પોઈન્ટ્સ અથવા 1.04 ટકાના ઘટાડા સાથે 52,623.15 પર ખૂલ્યો હતો અને NSE 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 148.50 પોઈન્ટ અથવા 0 ટકાના ઘટાડા સાથે 15,701 પર ખૂલ્યો હતો.નિફ્ટીના 50માંથી 50 શેરો આજે ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે અને બજાર ઓલ રાઉન્ડ રેડ માર્કમાં કવર થઈ ગયું છે. આજે શરૂઆતના કારોબારમાં નિફ્ટી 15687 સુધી નીચી સપાટીએ ગયો હતો. બીજી તરફ બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે 403.20 પોઈન્ટ અથવા 1.20 ટકાના ઘટાડા સાથે 33,239 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીના તમામ 12 શેર આજે ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

આજના પ્રી-ઓપનિંગમાં શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. NSEનો નિફ્ટી 148.50 પોઈન્ટ અથવા 0.94 ટકાના ઘટાડા સાથે 15,701 પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 607.20 પોઈન્ટ્સ અથવા 1.14 ટકા ઘટીને 52572.74 ના સ્તર પર હતો.