- જંગલીભૂંડો ખેડૂતો માટે આપત્તિ સમાન બન્યા
- મોટાભાગના લોકોનો ખેતી પર નિર્વાહ
- જંગલી ભૂંડના કારણે ખેડૂતોમાં ચિંતા
- ખેડૂતોના પાકને નુકસાન થતાં મુશ્કેલી વધી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગામડાંમાં જંગલી ભૂંડ ને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. આ પાકનુંરક્ષણ કરવા માટે ખેડૂતો શેઢા પર નાની લાઈટ સાડીઓ બાંધીને રાત્રિના ઉજાગરા કરવા પડે છે. નસવાડી પંથકના ખેડૂતો જંગલી ભૂંડનાકારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.રાત્રે ઉજાગરા કરવા માટે મજબૂર બન્યા છે.
નસવાડી તાલુકાના 212 ગામો આવેલા છે અને મોટાભાગના લોકો ખેતી તથા પશુપાલન પર પોતાનું જીવન ગુજારે છે. ત્યારે જંગલીભૂંડો આ લોકો માટે આપત્તિ સમાન બન્યા છે. જગતનો તાત મહામહેનતે પોતાના ખેતરોમાં પાક વાવે છે ત્યારે અનેક આપત્તિ આવે છેઅને જગતના તાતને નુકસાન થાય છે. ત્યારે નસવાડી તાલુકામાં ભૂંડો દ્વારા પણ ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન ભોગવવું પડે છે. ખેડૂતમહેનત કરી ખેતી કરે છે ત્યારે રો ભૂંડનાં ટોળા દ્વારા ખેતરોમાં ઘૂસી જઇ ઉભા પાકનું ભેલાણ કરે છે અને પાક ખાઇ જાય છે. જેથીખેડૂતોને નુકસાની થાય છે.
ભૂંડોથી પોતાના પાકને બચાવવા ખેડૂતો દ્વારા ખેતરના શેઢે નાની લાઈટ લગાવી પાકનું રક્ષણ કરી રહ્યા છે. તેમજ રાત-દિવસ ઉજાગરાકરી મહેનત કરવામાં આવે છે પરંતુ તેમ ભૂંડો ખેતરોમાં ઘૂસી ખેતી પાકને નુકસાન કરે છે. જેના કારણે ખેડૂતને આર્થિક નુકસાન વેઠવું પડેછે.ત્યારે ખેડૂતોએ દવા છંટકાવ કરવાના ઇલેક્ટ્રિક પંપની બેટરી સાથે નાની લાઈટો આખા ખેતરની ફળતે ચાલુ કરી દેવામાં આવે છે. ખેડૂતોનું માનવું છે આવી રીતે લાઈટ ચાલુ કરવામાં આવે છે ત્યારે જંગલી ભૂંડનું ટોળું ખેતરમાં આવતું નથી.અને ખેડૂતો તેલના ડબ્બાઠોકીને ભૂંડને ભગાડવામાં આવે છે.
જંગલી ભૂંડ રાત્રે ખેતરમાં પાકને સાચવતા ખેડૂતો પર હુમલા કરવાના અનેક બનાવો બની રહ્યા છે.નસવાડી તાલુકાના અંતરિયાળગામોમાં જવા આવવા માટે રોડ રસ્તા દ્વારા અવરજવર કરે છે. ત્યારે રોડ રસ્તાની બાજુમાંથી અને ખેતરોમાંથી અચાનક રોડ ઉપર ભૂંડદોડીને આવી જાય છે અને રોડ રસ્તા પરથી પસાર થતા વાહનો સામે અથડતા અકસ્માત થવાની ઘટનાઓ બને છે. જેમાં વાહનચાલકોનેનાની મોટી ઇજાઓ થવાની તેમજ વાહનોને નુકસાન થવાની ઘટનાઓ પણ બને છે. જંગલી ભૂંડ દ્વારા ખેડૂતોને ઉભા પાકમાં આવી જઇભેલાણ કરવાથી 60 ટકા જેટલું નુકસાન થાય છે. જેમાં ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે. જો સરકાર દ્વારા ફેન્સીંગની વ્યવસ્થા કરવામાટે કંઇ પગલાં લેવામાં આવે તો ખેડૂતોના પાકનું રક્ષણ થાય.
આ પણ વાંચો: “શું અલ્લાહ ત્યારે જ સાંભળે છે જ્યારે લાઉડસ્પીકર પર અઝાન વગાડવામાં આવે છે?” ભાજપના ધારાસભ્ય ઇશ્વરપ્પાના નિવેદન પર વિવાદ
આ પણ વાંચો: દોહા જતી ઈન્ડિગો ફ્લાઈટમાં એક મુસાફરનું મોત, કરાચીમાં થયું ઈમરજન્સી લેન્ડિંગ
આ પણ વાંચો:સાવધાનઃ ફરીથી બિલ્લીપગે પગપેસારો કરતો કોરોના, સાત દિવસમાં કેસો બમણા થયા
આ પણ વાંચો:“નાટુ નાટુ આવનારા વર્ષો સુધી યાદ રહેશે”: ઓસ્કર જીત પર PM